SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શ્રી દેવજી સ્વામી ગુરુકૃપા જ કારણભૂત છે તેથી તો કહ્યું છે કે – मूकं करोति वाचालं, पंङ्गं लङघयते गिरिम् । यत्कृपा तमहं वन्दे, गुरुदेवं कृपाकरम् ॥ ભાવાર્થ : જેની કૃપાથી મૂંગો બોલતો થાય છે. પંગુ પર્વત ઓળંગી જાય છે તેવી કૃપા કરનાર ગુરુદેવને હું વંદન કરું છું. - પૂજ્ય આચાર્યશ્રી દેવજી સ્વામીનું જીવન પ્રભાવશાળી પ્રસંગોથી ભરપૂર છે પરંતુ ઘણાં વર્ષો થઈ ગયાં હોવાથી બધા પ્રસંગો ઉપલબ્ધ થતાં નથી છતાં જે કાંઈ પૂ. ગુરુદેવશ્રી નવલચન્દ્રજી સ્વામીના શ્રીમુખેથી સાંભળ્યું છે, તેમાંના અમુક પ્રસંગો યથાશક્તિ રજૂ કરું છું. એક નાની ઉંમરના શ્રાવિકાએ પૂજય આચાર્યશ્રી દેવજી સ્વામી પાસે શ્રાવકનાં વ્રત અંગીકાર કર્યા હતાં. પૂજ્યશ્રી જેવા ગુરુદેવ હોવાથી બહેન ધર્મની આરાધના સારી રીતે કરતા હતા. તેમના પતિદેવ પણ ધર્મપ્રેમી હતા. સંસારના સુખો ભોગવતા દામ્પત્યના ફલસ્વરૂપે તેમને ત્યાં એક પુત્રરત્નનો જન્મ થયો. પુત્ર જોતાં જ ગમી જાય તેવો હતો. લાડકોડથી તેનો ઉછેર થઈ રહ્યો હતો. સુખશાન્તિપૂર્વક દિવસો પસાર થઈ રહ્યા હતા. પરંતુ કુદરતને આ બાળકનું સુખ મંજુર નહિ હોય તેમ અચાનક એની માતાનું મૃત્યુ થયું. પુત્રમાં મોહ રહી જવાથી માતા શ્રાવિકા હોવા છતાં કાળધર્મ પામીને વ્યંતર જાતિની દેવી થઈ. મા વિહોણા બાળકની કેવી દશા થાય છે તે તો સૌ જાણે જ છે તેથી તો કહ્યું છે કે, “ઘોડે ફરતો બાપ મરજો પરંતુ દળણાં દળતી મા ન મરજો.” થોડા સમય પછી એ ભાઈએ ફરીને લગ્ન કર્યા. નવી પત્ની આવતાં પેલા બાળકની દશા કફોડી થઈ ગઈ. “ઓરમાન મા અને કુહાડાનો ઘા” એ કહેવત પ્રમાણે આ અપરમાતા પોતાના શોક્યના પુત્રને દુઃખ દેવા લાગી. સગો બાપ દીકરાનો મટીને નવી પત્નીનો બની ગયો હતો. મા અને બાપ વચ્ચે કેટલો ફરક છે તે એક વિદ્વાને સરસ કહ્યું છે – “A mother is mother all the days of her life, a father is father till he gets a new wife.” Hlal à 441 તે માતા જ છે. પિતા ત્યાં સુધી જ પિતા છે કે જયાં સુધી નવી પત્ની મેળવી નથી. પેલી વ્યંતરી પૂર્વભવના પોતાના પુત્રને દુ:ખી દેખી ગુસ્સે થઈ અને નવી પત્નીના શરીરમાં આવી હેરાન કરવા લાગી. જોકે આ વ્યંતરીને નવી ઉપર દ્વેષ ન હતો પરંતુ પુત્રમોહના કારણે પોતાના પુત્રને દુઃખ દેતી હોવાથી તેને પજવવા લાગી. તપાસ કરતાં માલૂમ પડ્યું કે આ તો નવી પત્નીની શોક્ય અને પેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy