________________
આ છે અણગાર અમારા
૧ ૪૭
ઉપસંહાર માનવ જીવનમાં જે જે ઉચ્ચ હેતુઓ અને જે ક્રમ પ્રમાણે તે હેતુઓને પાર પાડવા જોઈએ તે તે હેતુઓને તેવા ક્રમ પ્રમાણે પૂજયશ્રીએ પાર પાડ્યા. બાલ્યાવસ્થામાં જ સંસારની અસારતા સમજી સંસારનો ત્યાગ, દઢ વૈરાગ્ય, વિદ્યા સંપાદનની ઉચ્ચ અભિલાષા અને પુરુષાર્થ, ગુરુભક્તિથી વડીલોને પ્રસન્ન રાખી તેમની પાસેથી વિદ્યોપાર્જન, શાસ્ત્રનિપુણતા, સામાજિક સુધારણાના વિચારો, સંપ-એકતાની ઉચ્ચ અભિલાષા, વ્યવહાર અને સદાચારની શુદ્ધિ માટે પ્રબળ ઈચ્છા શિષ્ય વર્ગ ઉપર સમાન દષ્ટિ અને તેમને સુધારવા ભણાવવાની ઊંડી લાગણી, સંઘ અને સમાજને અભ્યદય સાધવા પ્રબળ પ્રયાસ, શાંતિ, સંતોષ, પ્રસન્નતા, સમભાવ, પ્રેમભાવ, નિરભિમાનવૃત્તિ, આત્મદષ્ટિ, ધ્યાન અને સમાધિ: આ સગુણોને કારણે પૂજ્યશ્રીએ માનવજીવન શ્રેષ્ઠ બનાવી સાર્થક કર્યું, એટલું જ નહિ પણ ભવિષ્યના મુનિઓને ઉચ્ચ જીવન ગાળવાનો પોતાના જીવનનો શ્રેષ્ઠ નમૂનો મૂકતા ગયા. વિદ્યા અને જ્ઞાનવૃદ્ધિના પગથિયાં બાંધતા ગયા. સદાચાર અને સદનુષ્ઠાનની સીધી સડક તૈયાર કરી આપણા ઉપર એટલો બધો ઉપકાર કરી ગયા છે કે કોઈ રીતે તેનો બદલો આપણાથી વળી શકે તેમ નથી.
પૂજ્યશ્રીના સ્વર્ગવાસને બસો વર્ષ થવા આવ્યાં છે પણ તેમાં અવળું સવળું ઘણું પરિવર્તન થઈ ગયું છે. અફસોસની વાત છે કે જેવી સંપની સ્થિતિ પૂજયશ્રી મૂકી ગયા હતા તેવી સ્થિતિ આજે રહી નથી; તે સંપની શૃંખલા તૂટી ગઈ છે અને તેની સાથે અભ્યદયનાં અન્ય અંગો પણ પ્રાય: અસ્તવ્યસ્ત થયાં છે.
પૂજ્યશ્રીના અનુયાયીઓને લેખકશ્રી વિનંતી કરી રહ્યા છે કે ચતુર્વિધ સંઘ પૂજ્યશ્રીની અભ્યદયની લાગણી અને સુંદર ભવિષ્ય જોવાની તેમની અભિલાષાને માન આપવાની ખાતર જે ઉદ્દેશથી તેમણે આત્મભોગ આપ્યો હતો, સુવ્યવસ્થા કરી હતી, તે ઉદ્દેશ ધ્યાનમાં રાખી સુવ્યવસ્થા કરવાની સાથે આત્મભોગ નહિ તો સ્વાર્થત્યાગની ઊંડી લાગણી રાખી પરસ્પર સંપની શૃંખલા જોડી સંપ્રદાયની સર્વ વ્યક્તિઓને એક આત્માના અંગો માની ઉદાર બુદ્ધિ વાપરી અભ્યદયનાં સાધનો મેળવવાં, કર્તવ્યના માર્ગમાં ટટાર થઈ ચાલવાને તૈયાર થવું જોઈએ. સુવુ હિં વહુના ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org