________________
૧૪૬
શ્રી અજરામરજી સ્વામી તેમને બોલાવવા ચેતવણી આપી હતી જેથી સંઘે સંવત ૧૮૭૦ના જેઠ સુદ-૨ને સોમવારે કચરા નામના સંદેશવાહકને પૂ. શ્રી દેવરાજજી સ્વામી પાસે કચ્છ અંજાર મોકલ્યો જેથી તેઓશ્રીએ પણ ઝાલાવાડ તરફ ચોમાસાબાદ કચ્છથી પ્રયાણ કર્યું પણ રણને કાંઠે આવતા રણમાં પાણી આવી જવાથી પાછા વળવું પડ્યું હતું તેથી દેવરાજજી સ્વામીને ઘણો ખેદ થયો.
પૂજયશ્રીએ મનોરાજ્ય ઉપર જીત મેળવેલી હોવાથી શારીરિક દુઃખને કર્મના કરજ ચૂકવવાનું એક સાધન સમજી ઘણી ખુશીથી વ્યાધિને વધાવી લઈ શારીરિક વ્યથામાં પણ શાંતિ અને સમાધિમાં ઝીલતા હતા, છેવટે સર્વ જીવોને શુદ્ધ ભાવથી ખમાવ્યા.
खामेमि सव्वे जीवा, सव्वे जीवा वि खमंतु मे। ___ मित्ति मे सव्व भूएसु वेरं मज्झं न केणइ ॥ એવા ધ્વનિનો ઉચ્ચાર કરતા આલોઈ, પડિક્કમી, નિંદી, નિઃશલ્ય થઈ, અનશન આદરી પરમ સમાધિભાવમાં સંવત ૧૮૭૦ના શ્રાવણ વદ એકમને ગુરુવારની રાત્રે એક વાગ્યાના સુમારે પૂજ્યશ્રીના ઉચ્ચ આત્માને આ જીવનની યાત્રા પૂર્ણ કરી પરલોક પ્રયાણ કર્યું.
પુજયશ્રી જયારે કાલધર્મ પામ્યા તે સાલનાં ચાતુર્માસમાં પૂજયશ્રી દોલતરામજી મ. ના શિષ્ય મહારાજ શ્રી ગોવિંદરામજી સ્વામી આદિ મારવાડી સંતો ચાર તથા પંજાબી સંત ગણેશજી સ્વામી આદિ ઠાણા-૩ની પણ હાજરી હતી. પૂજ્યશ્રીના જીવનદીપ બુઝાયાના સમાચાર ફેલાતાં સર્વત્ર હાહાકાર મચી ગયો. ચારેબાજુ શોકની લાગણી છવાઈ ગઈ. - પૂજ્યશ્રીને મ. શ્રી કચરાજી સ્વામી, મ. શ્રી રવજી સ્વામી, મ. શ્રી નાગજી સ્વામી, પૂ. શ્રી દેવરાજજી સ્વામી તથા મ. શ્રી ભગવાનજી સ્વામી એ પાંચ શિષ્યો હતાં. તદુપરાંત પ્રશિષ્યો વગેરે તેમની આજ્ઞામાં ૪૨ સાધુઓ તથા ઘણા સાધ્વીજીઓ હતા. તેમના પુણ્યપ્રભાવથી સંપ્રદાય ફાલ્યો ફુલ્યો અને તેની કીર્તિ ચારે તરફ ફેલાણી. પૂજયશ્રીના કાળધર્મને ૧૮૪ વર્ષ થયાં છતાં તેમનો પ્રભાવ એટલો જ છે.
અજરામર જીવન ધ્યેય બનો, મુનિપુંગવ પ્રેરક પ્રાણ બનો અમ અંતરદેવ વિધાયક હો, અજરામર સંઘ સુનાયક હો ..
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org