________________
૧ ૪૮
શ્રી અજરામરજી સ્વામી
પૂજ્યપાદ શાસનોદ્ધારક આચાર્ય શ્રી 'અજરામરજી સ્વામીની સ્તવના
(તર્જ : કલ્યાણ) જય અજરામર ! ગુરુજી અમારા (૨) ગુરુજી અમારા પ્યારા, તારણહાર (૨) જય... જન્મભૂમિ પડાણા તમારી, હાલાર પ્રાન્ત શોભે સારી (૨)
સુંદર સુખકારી, ગુરુવર અમારા (૨) જય... ૧ માતા કંકુબાઈ સારા, પિતા માણેકચંદ તુમારા (૨)
કુળ અજવાળ્યું, ગુરદેવ દુલારા (૨) જય.. ૨ લધુવયમાં સંયમ લીધો, જન્મ કૃતારથ આપે કીધો (૨) જ્ઞાનસુધારસ પીધો, જ્ઞાન દાતાર (૨) જય... ૩
વાઘજી પારેખ ભારી, કચ્છતણો કારભારી (૨) ગ્રહી હાથ લીધો તારી, કરી ચમત્કારા (૨) જય.. ૪ સંપ્રદાયને લીધો સુધારી, શિથિલતાને દૂર નિવારી (૨) નિજ હૃદયમાં ધારી, શુદ્ધિ કરનારા (ર) જય... ૫ બે હજાર અઢારની સાલે, રૂડા શ્રાવણ માસ રસાલે (૨) વદિ બીજ રવિ ગાયા, ગુરુગણ સારા (૨) જય.. ૬ કર્તાઃ સોમચંદ જીવરાજ મોરબીયા (રાપર - કચ્છ)
'શાસનોદ્ધારક પૂજ્ય આચાર્યશ્રી 'અજરામરજી સ્વામીના પ્રભાવક પ્રસંગો |
(૧)
શાસનોદ્ધારક પૂજય આચાર્ય શ્રી અજરામરજી સ્વામી પ્રકાંડ વિદ્વાન હતા અને એ વિદ્વત્તાની છાપ માત્ર પોતાના જ સંપ્રદાયમાં નહિ પણ ઈતર સમાજમાં ય હતી, તેનો એક પ્રસંગ જાણવા જેવો છે. એક વખતની વાત છે કે જયારે પૂજ્ય શ્રી લીંબડીમાં સ્થિરવાસ હતા તે દરમ્યાન અમદાવાદથી પાલિતાણા જવા માટે એક સંઘ નીકળેલો. તે સંઘમાં ૩૦૦ વિદ્વાન અને ભક્તિશાળી યતિઓ પણ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org