________________
૧૩૪
શ્રી અજરામરજી સ્વામી ગૃહસ્થોને ખાનગીમાં તેડાવી પ્રતિબંધક પત્ર રદ કરવા ઘણી રીતે સમજાવ્યા છતાં ન સમજ્યા ત્યારે પારેખે વિચાર્યું – “ઠીક છે, આગળ જતાં જોઈ લઈશું. મારી સત્તાથી હાલ આ લોકો બહાર પાડીને અટકાયત કરી શકશે નહિ; એક વાર ગુરુમહારાજ અહીં પધાર્યા પછી બધું સારું થઈ રહેશે.”
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી અજરામરજી સ્વામી ધીમે ધીમે ગ્રામાનુગ્રામ વિહાર કરતા અંજાર તથા મુન્દ્રા થઈ માંડવી પધાર્યા, અને તે સાલનું ચોમાસું માંડવીમાં જ પસાર કર્યું. વાઘા પારેખના વારંવાર વિનંતિપત્રો શેઠ કલ્યાણજી જેઠાભાઈ ઉપર આવતા જેથી ચોમાસું ઊતર્યા પછી માંડવીથી વિહાર કરી અનુક્રમે માનકૂવા પધાર્યા. ત્યાં થોડા દિવસની સ્થિરતા થઈ.
અનુકૂળતાએ માનકુવાથી ભુજ જતા હતા ત્યારે પારેખને અગાઉથી ખબર પડતાં, તેમણે ઢોલ-નગારા, હાથી-ઘોડા વગેરે આંગબર સાથે ધામધૂમથી સામૈયું કરવાની તૈયારી કરી હતી, તે જોઈને પૂજય શ્રી રસ્તામાંથી માનકૂવા તરફ પાછા વળ્યા. તેમને પાછા વળતા જોઈ પારેખના મનમાં વિસ્મયની સાથે નિરાશા પેદા થઈ. પારેખ તરત જ પૂજ્યશ્રીના પગમાં પડ્યા અને પાછા વળવાનું કારણ પૂછ્યું ત્યારે પૂજ્યશ્રીએ ખુલાસો કર્યો કે, “હે ભદ્ર! તમે ભક્તિભાવના ઉછરંગથી આ તૈયારી કરી પણ અમારો વ્યવહાર જુદો છે. આવી રીતથી અમે ન આવીએ, તમારી વિનંતિ ધ્યાનમાં છે. અનુકૂળતાએ અમે પોતે આવી જઈશું.” પારેખે અજાણપણાને લીધે થયેલી ભૂલની ક્ષમા માગી; “હવેથી તેમ નહિ કરતાં સાદી રીતે આપના વ્યવહાર પ્રમાણે વર્તીશ. પણ આપ તરત ભુજ પધારો.” એમ કહી પારેખ ભુજ તરફ ગયા અને પૂજયશ્રી પણ માનકુવાથી પુનઃ તુરત ભુજ પધાર્યા.
આ પ્રસંગ ઉપરથી પૂજ્યશ્રીના અનુયાયીઓએ બોધ લેવા જેવો છે. પૂજ્ય શ્રી જેવા ધુરન્ધર આચાર્ય શાસનપ્રભાવનાના નામે આડંબરને જરાય પસંદ નહોતા કરતા. બાહ્ય આડંબરથી શાસનપ્રભાવના માનવી તે તો જાતને છેતરવા જેવું છે. પૂજ્યશ્રીના આદર્શોને એક બાજુ મૂકી આજ શાસનપ્રભાવનાના નામે અનેક આરંભ-સમારંભના કાર્યો થઈ રહ્યા છે, કોઈ અટકાવનાર નથી. પૂજ્યશ્રીનો દ્વિશતાબ્દી પટ્ટોત્સવ ઊજવ્યો ત્યારે જ સાર્થક ગણાશે કે જયારે આપણે તેમના ઉચ્ચ આદર્શોને જીવનમાં અપનાવીશું, નહિ કે બાહ્ય ઉજવણીઓ કે ફંકશનો ગોઠવવાથી. પૂજ્યશ્રીના અદ્રશ્ય આશીર્વાદ તથા પરોક્ષ કૃપા ત્યારે જ પ્રાપ્ત થશે
જ્યારે તેમના આદર્શો આપણા જીવનમાં ઊતરશે. આજ તો મહાપુરુષોના નામે પોતાની વાહ વાહ બોલાવવાની છે. કહ્યું છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org