________________
આ છે અણગાર અમારા
૧૩૫ एक दर्द भीतर ही भीतर कसक कसक उठ आता है।
नाम रोशनीका लेकर अंधेरा लाभ उठाता है । महापुरुषकी पुण्यजयन्तिकी ले ओट कुटिल मानव ।
कोई दाम कमाता है और कोई नाम कमाता है । અસ્તુ. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ.
દેરાવાસી લોકોએ અંદર અંદર ખટપટ ઉઠાવી પણ પારેખની બીકથી તેઓ આગળ પગલાં ભરી શક્યા નહિ. પૂજયશ્રીના વિદ્વત્તાયુક્ત બોધની છટાથી જ્યારે લોકોનું આકર્ષણ થયું અને ચારે તરફ ખ્યાતિ પ્રસરવા લાગી ત્યારે કેટલાએક વિજ્ઞસંતોષીઓએ ઈર્ષ્યા અને ધર્મદ્રષના કારણે એક પ્રપંચ જાળ રચી. એક ભોજકને તૈયાર કરી કોઈ પણ માણસ ન હોય તેવા વખતે પૂજયશ્રી પાસે તેને મોકલ્યો. તેણે કહ્યું, “મહારાજ ! તમારા રહેવાથી અહીં ઘણું અશ્રેય થશે. કેટલાએક માણસો ઉશ્કેરાઈ જઈ ઝનૂન ઉપર આવી ગયા છે અને મારામારી થશે તેના નિમિત્ત તમે બનશો. હું તમારા હિત માટે કહું છું કે જો તમે વિહાર કરી જશો તો બધું સમાધાન થઈ જશે.”
પૂજય શ્રી આવી ખટપટના ફંદાથી દૂર રહેવાની ઈચ્છાથી તુરત ભુજથી વિહાર કરી માનકુવા પધાર્યા. પાછળથી વાઘા પારેખને ખબર મળતાં તપાસ કરી ખટપટીઓને શોધી કાઢ્યા. રાવશ્રીના મનની પ્રસન્નતા સમયનો લાભ લઈ પારેખ પ્રતિબંધક લેખને રદ કરાવવાની રજા મેળવી યુક્તિ રચી. દેરાવાસી આગેવાનોને તેડાવ્યા અને કહ્યું કે અમુક બાંધકામ માટે રૂપિયા વીશ લાખની દરબારને જરૂર છે માટે વ્યાજે તેટલા રૂપિયા પૂરા પાડો. આ હુકમથી તે ગૃહસ્થો ચમક્યા. મનમાં સમજી ગયા કે આપણા વર્ગમાંના અમુક માણસોએ સ્થાનકવાસીને સાધુને ઉઠાડવા કરેલી ખટપટનું આ પરિણામ છે. ધાર્મિક દ્રષે આ ખટપટને જન્મ આપ્યો છે અને તેથી પારેખના મનમાં આપણાં પ્રત્યે આ કટાક્ષ ઉત્પન્ન થયો છે. આ કટાક્ષાંકુરને શમાવવો પડશે નહિતર તેનાં કડવાં ફળ આપણને ચાખવાં પડશે.
આમ વિચારી પારેખને પ્રણામ કર્યા ત્યારે પારેખે કહ્યું કે, “સ્થાનકવાસી સાધુઓને અહીં ન આવવા દેવાનો લેખ રદ કરી મારા ગુરુમહારાજને વિનંતી કરી માનકુવાથી અહીં તેડી લાવો.” દેરાવાસી આગેવાનોએ તે કબૂલ કર્યું અને માનકૂવાથી પૂજયશ્રીને પગે પડી આજીજી કરી તેડી લાવ્યા. ત્યાં સમાધિથી થોડા દિવસ રહી ચાતુર્માસ્ય ક્ષેત્ર ખુલ્લું કર્યું અને ધર્મનો ઘણો મહિમા વધાર્યો.
શહેરમાં અને ગામડાઓમાં વિહાર કરી ઘણા માણસોના મનને સદ્ધોધની સરસ બુદ્ધિનું પાન કરાવી પરામુખ પ્રવૃત્તિથી અટકાવી રસ્તે લાવ્યા. જ્યાં જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org