________________
આ છે અણગાર અમારા
૧૩૩ હે પારેખ ! આ દાખલાઓ ઉપરથી વસ્તુસ્થિતિનો જરા ઊંડો વિચાર કરી દિલગીરીને દૂર કર. હિંમત રાખી ધર્મ ઉપર એક વૃત્તિ ધર તેથી સર્વ રીતે ભદ્ર થશે ! “ભદ્ર થશે એ વચન તેના હૃદયમાં બરાબર ચોંટી રહ્યું, દયમાં સાક્ષાત પ્રતિબિંબિત થયું હોય એમ પ્રતીત થયું. તે વચનમાં વચનસિદ્ધિની છાયા પડેલી હોય એમ પારેખના મને નિશ્ચયરૂપે માન્યું અને તત્કાળ તે રૂપે ગ્રહણ કરી લીધું કે તથાસ્તુ. ધર્મનો પ્રભાવ મોટો છે; મને તો આપના વચનથી જ “ભદ્ર થશે એમ હું ખાત્રીથી સ્વીકારું છે.
આટલું કહી અંતરમાં શુદ્ધ ભાવનાપૂર્વક શ્રદ્ધા રાખી વંદન કરી પારેખ સ્વસ્થાને ગયા, પણ મનમાં જે સબળ શ્રદ્ધા રહી તે શ્રદ્ધામાં જરાય શૈથિલ્ય ન હતું. ભાવના ઘણી વિશુદ્ધ હતી તે તરત ફલીભૂત થઈ. રાવશ્રીના મનમાં પારેખ વિષે ગુસ્સાનું જે કારણ ઊભું થયું હતું તે દૂર થઈ ગયું અને અમુક કામમાં પારેખની જરૂર પડી, જેથી દરબારે પારેખની શોધ માટે માણસો મોકલ્યા. પારેખને આ ખબર મળતાં તે ઘણા ખુશ થયા અને ફરી પૂજ્યશ્રીના દર્શન કરી “આપના પરમ પ્રભાવથી જ મારી આપત્તિ દૂર થઈ છે.” એમ આભારની લાગણી પ્રદર્શિત કરી પોતે એક દેરાવાસી ગૃહસ્થ હોવા છતાં પણ સ્વામીજી પ્રત્યે ગુરુભાવની લાગણી થઈ તેથી ભુજ પધારવા વિનંતી કરી.
પૂજ્યશ્રી : ભૂજના દેરાવાસી ભાઈઓએ સ્થાનકવાસી સાધુઓને ભુજમાં પેસવા ન દેવા માટે દરબાર પાસેથી લેખ કરાવી લીધો છે. તો અમારાથી શી રીતે આવી શકાય ?
પારેખ : ગુરુદેવ! તેના માટે હું બંદોબસ્ત કરીશ. કોઈ રીતે આપને હરકત આવવા નહિ દઉં. કૃપા કરીને આપ જરૂર ત્યાં પધારજો.
પુજયશ્રી : બહુ સારું, યોગ્ય બંદોબસ્ત થતાં શ્રેયના કારણ જેવું જણાશે તો અવસરે આવવાનું બની શકશે.
ઘણી આજીજીપૂર્વક વિજ્ઞપ્તિ કરી પારેખ ભુજ ગયા અને દરબારની મીઠી નજર થતાં પુનઃ પોતાના હોદ્દા ઉપર ચડી ગયા અને માનપાન પણ વધારે મેળવ્યું.
ભુલીશ હું જગતની માયા, ગુરુજી નહિ ભૂલું તમને” સંપત્તિની શ્રેણી ઉપર ચડ્યા પછી પણ ગુરુમહારાજના પરમ પ્રભાવની પ્રસાદીનો કંઈક અંશે પણ બદલો વાળવાની પારેખના મનની ઈચ્છા કાંઈ ઓછી થઈ ન હતી. તેના માટે પ્રયત્ન કરવા પણ ચૂક્યા ન હતા. દેરાવાસીના આગેવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org