________________
આ છે અણગાર અમારા
૧૦૫ તે વિચારું છું. વરસાદ બંધ થાય તો ઉપાશ્રયે જવાય.” એમ કહી માતાએ ઊંડો નિસાસો નાખ્યો.
માતાની વાત સાંભળી પાંચ વર્ષના પુત્રે કહ્યું, “મા ! એમાં આટલી બધી ચિતા? બેસો, હું પ્રતિક્રમણ કરાવું.” બાળકની આવી વાત સાંભળી માતાને હસવું આવ્યું અને કહ્યું, “બેટા ! તને ક્યાં પ્રતિક્રમણ આવડે છે ?” “મા ! તમે નિરાંતે બેસો, મને સાંભળો પછી કહેજો.” માતા કંકુબાઈ સામાયિકનું આસન લઈને બેસી ગયાં. આનંદકુમારે વિધિપૂર્વક પ્રતિક્રમણ કરાવ્યું. આખું પ્રતિક્રમણ સાંભળી માતાના આનંદ અને આશ્ચર્યની કોઈ અવધિ ન રહી. પ્રેમપૂર્વક પૂછે છે, “બેટા! મેં તો તને પ્રતિક્રમણ શીખવ્યું નથી, તો તને પ્રતિક્રમણ ક્યાંથી આવડ્યું?” ત્યારે પુત્ર કહે છે, “આપની કૃપાથી. દરરોજ સાંભળવાથી મને યાદ રહી ગયું છે.” માતા કંકુબાઈ પુત્રની આવી સ્મરણશક્તિથી પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગ્યાં.
'પાઠશાળામાં પુનિત પદાર્પણ, તે સમયમાં પડાણામાં ભણવાની વિશેષ સગવડ ન હોવાથી ગામઠી શાળામાં અભ્યાસ શરૂ કર્યો. ટૂંક સમયમાં ગુજરાતી ભાષાનો સારો અભ્યાસ કરી લીધો. બાલ્યાવસ્થાની સહચારિણી બાલચેષ્ટાની જગ્યાએ ગંભીરતા હોવાથી બીજા વિદ્યાર્થીઓની જેમ નિરર્થક તોફાન-મસ્તીમાં કાળક્ષેપ બહુ ઓછો થતો.
શાળાથી છૂટા થયા પછી અવકાશના સમયે માતા-પુત્ર સાથે બેસતાં ત્યારે માતા કંકુબાઈ પ્રિય પુત્રને સંસારની અસારતા સમજાવતાં. બાલમુનિ અઈમુત્તા, ગજસુકુમાર મુનિ આદિ ઘણા મહાપુરુષોની ધર્મકથા પણ સંભળાવતા, જેથી આનંદકુમાર ખૂબ જ આનંદનો અનુભવ કરતા.
મૈયા મેરો મનવો હુઓ બેરાગી... મહાપુરુષોના જીવનની પ્રેરણાદાયી વાતો સાંભળીને આનંદકુમાર વૈરાગ્યવાસિત બની ગયા. કુમળા Æયમાં માતાનો અસરકારક બોધ આરપાર ઊતરી ગયો અને એક શુભ દિવસે માતાને પોતાના મનની વાત કરી કે, “મૈયા મેરો મનવો હુઓ બેરાગી.” “હે માતા ! મારે સંયમ લેવો છે. તમે આજ્ઞા આપો.” પુત્રના મધથીય મધુરતર શબ્દો સાંભળીને માતાના આનંદની કોઈ સીમા ન રહી. સંસ્કારી માતા હંમેશા પોતાના પુત્રનું કલ્યાણ ઈચ્છે છે. સતી મદાલસા જેમ પોતાના પુત્રોને ગળથુથીમાં જ ધાર્મિક સંસ્કારો આપી ત્યાગના માર્ગે વાળતાં અને તે સંસ્કારો હાલરડાં ગાતી વખતે પણ આપતાં તેઓ પોતાના પુત્રને નકામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org