________________
૧૦૬
શ્રી અજરામરજી સ્વામી
હાલરડાં ન સંભળાવતાં ધાર્મિક શ્લોકો વગેરે સંભળાવતાં. તે વાત નીચેના શ્લોક ઉપરથી સમજાશે.
सिद्धोसि बुद्धोसि नरंजनो सि । संसारमायापरिवर्जितो सि ॥ संसार स्वप्नं त्यज मोहनिद्रां । मदालसा वाक्यमुवाच पुत्रम् ॥
અર્થાત્ હે પુત્ર ! તું સિદ્ધ છો, બુદ્ધ છો, નિરંજન છો. સંસારની માયાથી પર છો, સંસાર સ્વપ્ન અને મોહનિદ્રાનો ત્યાગ કર, આ પ્રમાણે મદાલસા પુત્રને વાક્ય (હાલરડાં) સંભળાવતાં. આવા સંસ્કારોથી એમના પુત્રો ત્યાગનો માર્ગ
અપનાવતા.
માતા કંકુબાઈ પણ સતી મદાલસાની જેમ પુત્રના વૈરાગ્યમાં પ્રબળ નિમિત્ત બન્યાં. પોતાના માનવ જીવનને સફળ માનવા લાગ્યાં. પુત્રની પરીક્ષા કરવા માટે પ્રેમથી પૂછે છે, “બેટા ! આટલી નાની ઉંમરમાં તારી નાજુક કાયા સંયમના કષ્ટ કેમ સહન કરી શકશે ?’ આ સાંભળી એ વીકુમારે હિંમતભર્યા વચનો દ્વારા હૃદયના ઉચ્ચ ધૈર્યનું દર્શન કરાવી તરત જ સમાધાન કરી દીધું કે, “શૂરવીરના માટે તે કષ્ટ કોઈ હિસાબમાં નથી. મારી ઉંમર ભલે નાની છે પરંતુ આત્મા કાંઈ નાનો નથી. સંયમનું પાલન કરતાં ગમે તેવાં કષ્ટો આવશે તો પણ હું માનસિક કે આત્મિક શક્તિથી તે સહન કરીશ.'
પુત્રની આવી હિંમતથી માતા કંકુબાઈ આનંદવિભોર બની ગયાં, તેમનો અંતરાત્મા પોકારી ઊઠ્યો કે આ મારો લાડીલો ભવિષ્યમાં જરૂર શાસનનો ઉદ્યોત ક૨શે. તેમને તો પતિદેવના અવસાનથી જ સંસાર ઉપરથી મોહ ઊતરી ગયો હતો. અને સંયમ લેવાની ભાવના જાગૃત થઈ હતી પરંતુ બાળપુત્રનો પ્રશ્ન મૂંઝવતો હતો તેનું પણ નિરાકરણ થઈ ગયું. તેઓ વિચારવા લાગ્યાં કે હવે ઢીલ કરવી યોગ્ય નથી કારણ કે માનવ જીવનની એક એક ક્ષણ ખૂબ જ કિંમતી છે. જા જ્ઞાનિ: समयक्षतिः । धर्मस्य त्वरिता गतिः । शुभस्य शीघ्रम् । समयं गोयम मा પમાયત્ । આવાં મહાવાક્યો તેમણે પોતાના જીવનમાં સારી રીતે ઉતાર્યાં હતાં તેથી વિલંબન કરતાં એ પુણ્યશાળી માતા-પુત્ર સંયમ લેવાની તૈયારી કરવા લાગ્યાં. શરણું લીધું છે પછી ફિકર શાને ?
પરિચિત સગૃહસ્થો તેમ જ સંઘના અગ્રેસરોની સલાહ લઈ, નજીકના સંબંધીઓને હૃદયની ભાવના જણાવી માતા-પુત્ર ગોંડલ આવ્યાં. તે વખતે ગોંડલમાં પૂજ્યશ્રી હીરાજી સ્વામી તથા કાનજી સ્વામી ઠાણા-૨ ચાતુર્માસ બિરાજતા હતા. તેમને યથાવિધિ વંદન કરી માતા-પુત્ર પૂજ્યશ્રીની સન્મુખ બેઠાં. પૂજ્યશ્રીએ તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org