________________
શ્રી અજરામરજી સ્વામી સગાં-સંબંધીઓ, ગ્રામજનો બાળકને જોઈને ધરાતાં ન હતાં. એ મહાભાગ્યશાલી આત્માને જોઈ સહુ પોતાની જાતને ધન્ય માનતા હતા.
પોતાનો પુત્ર ભવિષ્યમાં જરા અને મરણથી મુક્ત થાય તેમ જ બીજા અનેક આત્માને જન્મ, જરા-મરણના ચક્રમાંથી મુક્ત કરાવે, આત્માનો સાચો આનંદ પ્રાપ્ત કરી બીજાને આનંદ કરાવે તેથી તેનું નામ આનંદકુમાર પાડવામાં આવ્યું. સુદ-૨ના ચંદ્રની જેમ આનંદકુમાર વૃદ્ધિ પામવા લાગ્યા. લાડકોડની સાથે માતા કંકુબાઈ નિયમિત નવકારમંત્ર વગેરે સંભળાવતા. “A good mother is
worth to a hundred school masters."
૧૦૪
અર્થાત્ સો શિક્ષકો ન કરી શકે તે એક સારી માતા કરી શકે છે. આ વાક્યને માતા કંકુબાઈએ ચિરતાર્થ કરી આપ્યું. જે આદર્શ પત્ની હોય તે આદર્શ માતા પણ બની શકે છે અને આદર્શ સાધ્વીજી પણ તે બને છે તે આગળ વાંચવાથી ખ્યાલ આવી જશે.
નાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ, ધ્રુવં ખન્મ મૃતસ્ય હૈં। ભગવદ્ગીતા
અર્થાત્ જે જન્મે છે તે મરે છે અને જે મરે છે તે જન્મે છે. તે નિયમાનુસાર માણેકચંદભાઈ એકાએક નાની ઉંમરમાં જ મૃત્યુ પામ્યા. તે વખતે આનંદકુમારની ઉંમર પાંચ વર્ષની હતી. અચાનક મૃત્યુથી માતા-પુત્રને આઘાત લાગે તે સ્વાભાવિક છે, પરંતુ કુદરતના કાનૂન પાસે સૌ લાચાર છે. કર્મના સિદ્ધાન્તને સમજનાર કંકુબાઈને આ પ્રસંગથી સંસાર ઉપરથી વૈરાગ્ય આવી ગયો, તેઓ અન્તર્મુખી બની ગયાં. સંયોગ અને વિયોગ એ તો સંસારની ઘટમાળ છે. એના સ્વરૂપને સમજનાર ક્યારેય શોક કરે નહિ.
બીજી બાજુ આનંદકુમારના વિદ્યાર્થી જીવનની શુભ શરૂઆત થઈ. પૂર્વના ક્ષયોપશમના કારણે બુદ્ધિ કુશાગ્ર હતી. સ્મરણશક્તિ વિસ્મય પમાડે તેવી હતી. માતા કંકુબાઈ નિયમિત સાંજે પ્રતિક્રમણ કરવા જાય ત્યારે પોતાના લાડીલાને ધાર્મિક સંસ્કાર આપવાની ગણતરીએ પોતાની બાજુમાં જ બેસાડે, પાંચ વર્ષના આનંદકુમાર પણ ધ્યાનપૂર્વક પ્રતિક્રમણ સાંભળે.
એક સાંજે ભારે વરસાદ વરસી રહ્યો હતો. માતા કંકુબાઈ ચિંતાતુર થઈ ઘરમાં આંટા મારી રહ્યા હતાં. આવી રીતે માતાને ચિંતાતુર જોઈ આનંદકુમારે પૂછ્યું, “મા ! તને ચિંતા સતાવે છે ?’’ ત્યારે માતાએ પ્રત્યુત્તર આપ્યો, “બેટા ! ભારે વરસાદ વરસે છે, પ્રતિક્રમણનો સમય થઈ ગયો છે, બહાર જઈ શકાય તેમ નથી તેથી આજે મારું પ્રતિક્રમણ જશે. જે દિવસે સામાયિક પ્રતિક્રમણ ન થાય તે દિવસને હું નિષ્ફળ માનું છું. મને પ્રતિક્રમણ આવડતું નથી તેથી મારે શું કરવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org