________________
૧OO
શ્રી હરજીઋષિજી મહારાજ
‘પંચમ સુધારકે શ્રી હરજીઋષિજી મહારાજ
શ્રી ગુજરાતી લોંકાગચ્છની પંદરમી પાટે શ્રી કેશવજી ઋષિ થયા. તેમના પરિવારમાં વિ. સં. ૧૭૮૫ પછી શ્રી હરજી ઋષિ આદિ છ આત્માર્થી સાધુઓએ યતિવર્ગમાંથી અલગ થઈ મારવાડમાં ક્રિયોદ્ધાર કર્યો. તેમના સંબંધી વિશેષ ઐતિહાસિક સામગ્રી ઉપલબ્ધ નથી. તેમનું અનુશાસન ખૂબ કઠિન હતું. પૂજ્ય શ્રી હરજી ઋષિના સંપ્રદાય આગળ જતાં “કોટા સંપ્રદાય'ના નામથી પ્રસિદ્ધ થયો. આ સંપ્રદાયમાં તે વખતે ર૬ મહાપંડિત મુનિરાજો અને એક પરમ વિદુષી સાધ્વીજી હતા. આગળ જતાં તે એક સંપ્રદાયમાંથી ચાર સંપ્રદાય થઈ ગયા. આ બધું પંચમકાળને આભારી છે.
આ પાંચ સુધારક મહાપુરુષોમાં પૂજય શ્રી જીવરાજજી ઋષિ તથા પૂજ્ય શ્રી હરજી ઋષિ મારવાડમાં થયા, જ્યારે પૂજ્ય શ્રી ધર્મસિંહજી મહારાજ, પૂજય શ્રી લવજીઋષિ મહારાજ તથા પૂજ્ય શ્રી ધર્મદાસજી મહારાજ એ ત્રણ મહાપુરુષો ગુજરાતમાં થયા.
તેરાપંથી ક્યારે થયા?
પુજય શ્રી ધર્મદાસજી મહારાજના શિષ્ય પૂ. શ્રી ધનાજી મહારાજ તેમના શિષ્ય પૂ. શ્રી ભૂધરજી મહારાજ, તેમના શિષ્ય રૂગનાથજી મહારાજ (મોટી સાધુ વંદનાના રચયિતા પૂ. શ્રી જયમલજી મહારાજના નાના ગુરુભાઈ)એ રૂગનાથજી મહારાજના એક શિષ્ય ભિખણજી સ્વામી થયા. તેમણે વિ. સં. ૧૮૦૮માં રૂગનાથજી સ્વામી પાસે દીક્ષા લીધી હતી. તેમને ગુરુમહારાજ સાથે મતભેદ થવાથી અર્થાત્ અમુક માન્યતા ભેદ થવાથી ૧૩ સાધુઓ અલગ થયા તેથી તેરાપંથ એવું નામ પડ્યું. તેના સ્થાપક હતા શ્રી ભિખણજી સ્વામી. તેમની દશમી પાટે આચાર્ય મહાપ્રજ્ઞ બિરાજે છે.
વિક્રમ સંવત ૧૮૧૫માં તેરાપંથની સ્થાપના થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org