________________
આ છે અણગાર અમારા
૧૦૧
વિભાગ - ૪ '“અજરામર ઉપવનના સુવાસિત સુમનો” | અજરામર સંઘમાં થઈ ગયેલા અગ્રગણ્ય મુનિવરો તથા આચાર્યપ્રવરોની
' જીવન ઝરમર
'અજરામર સંપ્રદાયનો સંક્ષિપ્ત ઈતિહાસ લીંબડીમાં ગાદી ક્યારે આવી ? (૧૮૦૧),
ધર્ણોદ્ધારક યુગપ્રધાન આચાર્યદેવ શ્રી ધર્મદાસજી સ્વામીના પટ્ટશિષ્ય પૂજ્ય શ્રી મૂલચંદજી સ્વામીએ વિ. સં. ૧૭૨૩માં અમદાવાદ મુકામે દીક્ષા લીધી હતી. પૂજ્ય શ્રી ધર્મદાસજી મહારાજ કાળધર્મ પામ્યા પછી પૂ. શ્રી મૂલચંદજી સ્વામીને પાટે બેસાડ્યા. સંવત ૧૭૬૪માં અમદાવાદમાં સાધુ સંમેલન થયું. પૂ. શ્રી મૂલચંદજી સ્વામીને આચાર્યપદ દેવાનું નક્કી થયું. તે વખતે આસ્ટોડિયા વિસ્તારમાં ઉપાશ્રય હતો. ઉપાશ્રયમાં પાટ-પાટલા ન હતા. ગૃહસ્થના ઘરેથી એક પાટ મુખ્ય સંતના માટે લાવવામાં આવતી. તે વખતે અમદાવાદના ધનરાજજી શ્રાવકે વિ. સં. ૧૭૬૦ના ચૈત્ર સુદ પુનમના દિવસે આંબાના લાકડાના એક જ પાટિયામાંથી એક પાટ બનાવેલી. પૂ. શ્રી મૂલચંદજી સ્વામીના શિષ્યો તે પાટ પાઢિયારી યાચી લાવ્યા. પૂજય શ્રી મૂલચંદજી મહારાજને એ પાટ ઉપર બેસાડી આચાર્યપદની પછેડી સંવત ૧૭૬૪માં ઓઢાડવામાં આવી. પાછળથી ધનરાજ શ્રાવકે તે પાટ સંઘને અર્પણ કરી દીધી.
વિ. સં. ૧૭૮૧માં પૂજય શ્રી મૂલચંદજી મહારાજ કાળધર્મ પામ્યા. તેમની પાટે સં. ૧૭૮૨માં પૂ. શ્રી પચાણજી સ્વામી આચાર્યપદે આવ્યા. ધર્મપ્રભાવના થોડો સમય સારી થઈ. “ચડતી પડતીના ચમકાર જગમાં આવે જાવે છે.” એ નિયમાનુસાર તે વખતે સ્થાનકવાસી દેરાવાસીમાં કડવાશ વધી. સંઘર્ષ થયો. મૂર્તિપૂજક સ્થાનકવાસીની દીકરી લેવીદેવી નહિ. દુકાનની લેતીદેતી ન કરવી. આવું નક્કી કર્યું. મોટા ભાગના શ્રાવકો સ્થાનકવાસી ધર્મ છોડી મૂર્તિપૂજક થવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org