________________
૬૮ : આધ્યાત્મિક નિબંધ
ઉપરનાં વચનમાં સહુના અનુભવરૂપ વ્યવહારિક દૃષ્ટાંતથી સમજાવ્યું કે જેમ નાની વયે ગામ, શેરી, ઘર, મિત્ર, કુટુંબીજને આદિ જોયા હોય અને પછી મોટી વયે કોઈ વાતચીત, સ્વભાવ આદિની ચર્ચા વગેરે પ્રસંગના નિમિત્તથી આત્મામાં પૂર્વે જોયેલાં અને અનુભવેલાં તે ગામ આદિ સ્મૃતિરૂપ થાય છે અને જે રીતે તેનું આત્મામાં ભાન થાય છે, તેમ જાતિસ્મૃતિજ્ઞાનવાનને તે પ્રકારે પૂર્વભવના પ્રસંગ કે પ્રસંગોનું કોઈ નિમિત્ત પામીને ભાન થાય છે એટલે પર્વભવના પ્રસંગનું આબેહૂબ ચિત્ર પિતાના મન ચક્ષુ સમક્ષ ખડું થાય છે. જેમ થિયેટરમાં પડદા પર ચલચિત્ર જોઈએ છીએ તેમ ચિત્તની સ્થિર અને શાંત અવસ્થામાં દિવ્ય આકાશના પડદા પર પૂર્વભવના પ્રસંગનું ચિત્ર દેખાય છે.
તે દષ્યમાં ક્યારેક ગામ, નગર, ઘર, કિલ્લા આદિ દેખાય છે, તે કયારેક તે ઉપરાંત પૂર્વની અમુક સંબંધિત વ્યક્તિ કે વ્યક્તિઓ પણ જોવામાં આવે છે. ઘણું કરીને વ્યક્તિની દેહાકૃતિ વર્તમાન ભાવમાં જેવી હોય તેવી દેખાય છે અને તેથી ઓળખવાનું કાર્ય સુલભ બને છે; ઉદાહરણ તરીકે આ ભવમાં એક મિત્રની પુત્રી છે (અથવા હતી ) તેના તે જ દેહે તે જ્ઞાનમાં પોતાના પૂર્વભવમાં પોતાની પુત્રીરૂપે હતી એમ જણાય તેથી તેને તુરત ઓળખી શકાય અને પૂર્વના સગપણ સંબંધનું જ્ઞાન પણ થાય. કોઈ વખત વ્યક્તિ ને ઓળખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org