SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ તિસ્મૃતિજ્ઞાન : ૬૭ આ ભવમાં ઉપર કહ્યું તેમ ભાન થાય એ વાત યથાતથ્ય માનીએ, તે પણ પૂર્વભવમાં ચીનુભવેલાં એવા દેહાદિ અથવા કોઈ દેવલોકા નિવાસસ્થાન અનુભવ્યાં હોય તે અનુભવની સ્મૃતિ થઈ છે અને તે અનુભવ યથાત થયે છે, એ શા ઉપરથી સમજાય? તે એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે – અમુક અમુક ચેષ્ટા અને લિંગ તથા પરિણામ આદિથી પિતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે, પણ બીજા કેઈ જીવને તેની પ્રતીતિ થવા માટે તો નિયમિતપણું નથી. કવચિત્ અમુક દેશમાં, અમુક ગામ, અમુક ઘેર, પૂર્વે દેહ ધારણ થયે હોય અને તેનાં ચિહ્ના બીજા જીવને જણાવવાથી તે દેશાદિનું અથવા તેનાં નિશાનાદિનું કઈ પણ વિદ્યમાનપણું હોય તો બીજા જીવને પણ પ્રતીતિન હેતુ કે સંભવે; અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતાં જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે. તેમ જ જેને જાતિસ્મૃતિજ્ઞાન છે, તેની પ્રકૃતિ આદિને જાણતો એ કઈ વિચારવાન. પુરુષ પણ જાણે કે આ પુરુષને તેવાં કંઈ જ્ઞાનનો સંભવ છે અથવા જાતિસ્મૃતિ હેવી સંભવે છે; અથવા જેને જાતિસ્મૃતિજ્ઞાન છે, તે પુરુષના સંબંધમાં કેઈ જવા પૂર્વભવે આવે છે, વિશેષ કરીને આવ્યો છે, તેને તે સંબંધ જણાવતાં કંઈપણ મૃતિ થાય તો તેવા જીવને પણ પ્રતીતિ આવે.” –શ્રીમદ્ રાજચંદ્રજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy