SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિસ્મૃતિજ્ઞાન : ૧૮ દયા, અને અનુકંપા આવતાં તે જ સ્વરૂપ પ્રગટ કરવાની હોંશ, જિજ્ઞાસા તથા તાલાવેલી જાગવાથી, તે ભાવમાં રમ્યા કરવાથી, ચિત્ત ત્યાં ચોંટી રહેતું હોવાથી, “હું કેણ છું? ક્યાંથી થયે ? શું સ્વરૂપ છે મારું ખરું?” એના વિચારમાં લીન થવાથી એક સુભગ પળે જાતિસ્મૃતિજ્ઞાન પ્રગટ થાય છે. બીજું નિમિત્ત કારણ છે, જ્ઞાનગ. જ્ઞાન એટલે તત્વજ્ઞાન અને પેગ એટલે જોડાવું, એકરૂપ થવું, એકતાર થવું; આથી જ્ઞાનગ એટલે જે ત્રિકાળી શુદ્ધ અનુપમ તત્ત્વ છે, તેમાં એકતાર થવાને સત્ય પુરુષાર્થ એ જ્ઞાનગ. તેની પ્રાપ્તિ માટેનાં જે જે સાધન છે તેમાં એકલ લાવી નિષ્ઠાપૂર્વક સાધના કરવી તે પણ જ્ઞાનગ. માં સમાય છે. જ્ઞાનયેગમાં મુખ્યપણું નિજ શુદ્ધા-માનું છે; પ્રધાન અવલંબન તેનું જ છે; એકલક્ષી દયેયબિંદુ પણ તે જ છે. સાધનાકાળમાં ઉદાસીનતાસંયુક્ત ચિત્તસ્થિરતા જ્યારે સદ્ભાગ્યયોગે આવી જાય છે, અને મન બાહ્ય ઉપાધિથી વિરક્ત થઈ શાંત થાય છે, ત્યારે પૂર્વે કઈ વેળાએ ગતભવ જાણવાની જિજ્ઞાસાએ કરી, નિકાચિત કર્મબંધન ઉપાર્જન કર્યું હોય તે ઉદયગત થતાં પૂર્વ લાવ વા ભવે મરણરૂપ થાય છે, ક્યારેક વળી પૂર્વે આરાધન કરેલાં જન, ઉપવન આદિ ક્ષેત્રો, જ્ઞાનચર્ચા આદિ પ્રસંગો અને ધ્યાન સમાધિગો દિવ્ય દૃષ્ટિ સન્મુખ તાદેય થાય છે. . . . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy