SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અતિ સ્મૃતિજ્ઞાન : ૪૯ ચારથી છ સાત વર્ષની ઉંમરના બાળકોને પૂર્વભવની કેટલીક સ્મૃતિ આવ્યાના અને તપાસને અંતે સત્ય હેવાના દાખલાઓ નોંધાયા છે. છાપાઓ કે પુસ્તકો દ્વારા તે જાણવામાં આવ્યા હશે, પરંતુ ઉંમર વધતાં બાળક મેટું થયા પછી આવેલી સમૃતિ ચાલી ગઈ હોય છે અને આશ્ચર્ય તે એ છે કે કેટલાક કિસ્સામાં તેને જાતિસ્મૃતિજ્ઞાનથી જાણેલ પ્રસંગોની યાદી દેવા છતાં તેવી સ્મૃતિ થયાની પણ વિસ્મૃતિ થઈ જાય છે. તેના કારણમાં ઉપર જણાવ્યા પ્રમાણે પૂર્વદેહના ત્યાગના સમયે કેઈ પ્રકારે દેહાસક્તિનું કેઈ અંશે મંદપણું હતું અને તેને લાભ કઈ પ્રગટ કે અપ્રગટ નિમિત્તને પામીને તેને થયે અને બાદમાં જ્ઞાનાવરણના ભારે ઉદયથી જ્ઞાનની વિરમૃતિ પણ થઈ. તે જ બાળકને ફરીથી સાત વર્ષની ઉંમર વીત્યા પછી પૂર્વભવનું જ્ઞાન થાય તો તે ટકી રહે છે, પૂર્વે આવેલ અને વિસ્મૃત થયેલ જાતિસ્મૃતિજ્ઞાનની કડી સાથે જોડાઈ આગળ ને આગળ વધે છે એટલે નવા નવા પ્રસંગો અને અન્ય છ સાથેના સંબંધે- સગ-- પણ સમરણમાં આવતાં જાય છે. આ જ્ઞાન તેનાં જીવનનાં વહેણુને આમૂલ પરિવર્તન લાવી બદલાવે છે અને પરમ ઉપકારી થાય છે. જાતિસ્મૃતિજ્ઞાનના પ્રકારે ? આ જ્ઞાનને સામાન્ય અને મુખ્ય એમ બે પ્રકારમાં વહેચી શકાય; અને તે બનેના ભેદ પણ ઘણું છે. આ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy