SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ : આધ્યાત્મિક નિબંધો આ રીતે મોહનીય અને જ્ઞાનાવરણ કર્મો વચ્ચે ગાઢ સંબંધ છે. - મિથ્યાત્વસહિત અજ્ઞાનદશા હોય તે પણ પૂર્વોક્ત કારણસર જાતિસ્મૃતિજ્ઞાન થવું સંભવે છે. તે જ્ઞાન સાત વર્ષની વય પૂર્ણ થતાં પહેલાં થયું હોય અને તપાસમાં સત્ય જણાયું હોય તે પણ તેની વિસ્મૃતિ થડા જ કાળમાં થઈ જાય છે, અને તે પરમાથે ઉપકારી થઈ શકતું નથી. આઠમા વર્ષના પ્રારંભ પછી ગમે તે વયે પૂર્વભવના જ્ઞાનને ઉઘાડ થયે હય, તો તે ટકી રહે છે અને આત્મજ્ઞાનના અપૂર્વ લાભને અધિકારી બનાવે છે. આ રીતે જાતિસ્મરણજ્ઞાનનું માહાસ્ય ઘણું મોટું છે. આ જ્ઞાન મનુષ્ય, દેવ, નારક અને સંજ્ઞી પંચેન્દ્રિય તિયચ એમ ચારેય ગતિના જીવોને થઈ શકે છે. દેહત્યાગના અવસરે સમકિતી જીના ભાવે ધર્મમય અને પ્રભુમય હોય છે અર્થાત્ દેહાત્મભાવ હેતે નથી, તેથી તેમનું જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ હળવું થઈ જાય છે. તે કારણે તેમના છેવટના તીવ્ર કે મંદ ધર્મભાવનુસાર તેમને બીજા ભવમાં જાતિસ્મૃતિજ્ઞાન વહેલું કે મેડુ, બાલવયમાં, કિશોરવયમાં કે યુવાવયમાં થવાના યોગ સહજ આવે છે ને ઉપકારી થાય છે. જેટલી જ્ઞાન અને સ્વભાવ દશા ઊંચી, તેટલી પૂર્વભવની સ્મૃતિ જલદી આવે છે. આથી જ્ઞાની પુરુષોને બીજા ભવમાં પૂર્વભાનું જ્ઞાન અવશ્ય થાય છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy