________________
સપુરુષના મંગલ ઉપદેશ સાર : ૯ “કમની મૂળ પ્રકૃતિ આઠ. તેમાં ચાર ઘાતીની અને ચાર અઘાતીની કહેવાય છે. ચાર ઘાતિની ધર્મ આત્માના ગુણને ઘાત કરવાને અર્થાત્ (૧) તે ગુણને આવરણ કરવાનો અથવા (૨) તે ગુણનું બળવીય રોકવાનો અથવા (૩) તેને વિકળ કરવાનું છે અને તે માટે ઘાતિની એવી સંજ્ઞા તે પ્રકૃતિને આપી છે. બીજી ચારે પ્રકૃતિ જો કે આત્માના પ્રદેશ સાથે જોડાયેલી છે તથા તેનું કામ કર્યા કરે છે અને ઉદય અનુસાર વેદાય છે, તથાપિ તે આત્માના ગુણને આવરણ કરવારૂપે કે અંતરાય કરવારૂપે કે તેને વિકળ કરવારૂપ ઘાતક નથી, માટે તેને અઘાતીની કહી છે.
“આત્માના ગુણ, જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય અને (૨) દશના રણય એવું નામ આપ્યું. અંતરાય પ્રકૃતિ એ ગુણને આવરતી નથી, પણ તેના ભાગ ઉપગ આદિને, તેનાં વિર્યબળને રોકે છે. આ ઠેકાણે આમા ભેગાદિને સમજે છે, જાણે, દેખે છે એટલે આવરણ નથી પણ સમજતાં છતાં ભેગાદિમાં વિદન, અંતરાપ કરે છે માટે તેને આવરણ નહીં પણ અંતરાય પ્રકૃતિ કહી. આમ ત્રણ આત્મઘાતીની પ્રકૃતિ થઈ. એથી ઘાતીની પ્રકૃતિ મેહનીય છે. આ પ્રકૃતિ આવરતી નથી. પણ આત્માને મૂર્શિત કરી વિકળ કરે છે, જ્ઞાન દર્શન છતાં, અંતરાય નહીં છતાં પણ આત્માને વખતે વિકળ કરે છે, ઊંધા પાટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org