________________
૮ : આધ્યાત્મિક નિબંધ અવસ્થા તે ભક્તિ, આવી સંસારભક્તિના પ્રભાવના પરિણામે તે મહાધીન જીવોને સંસારમાં જ ગતિ કરવાને લાભ! નિરંતર મળ્યા કરે છે.
કરુણાવત સપુરુષનાં પવિત્ર હદયમાંથી સહજતાએ નિર્ઝરતી અમૃતવાણી પ્રકાશિત થાય છે ત્યારે જીવના દોષનું રહસ્યાત્મક મૂળ ઉપદેશવચનમાં પ્રગટ થાય છે.
ત્યાં તે મહત્ પુરુષો બહિષ્ટિ અને મોહમદિરાના પાનથી ઉન્મત્ત કે મૂચ્છિત થયેલ જીવોને ઉધમ કે હોય છે તે સ્પષ્ટપણે દર્શાવે છે અને મૂળભૂત ભૂલ પ્રત્યે અંગુલિનિર્દેશ કરી જાગૃતિ માટે ચેતાવે છે. તેઓ કહે છે કે જ્યાં જીવને પુરુષાર્થ કામમાં આવી કાર્યકારી અને સફળ થાય છે, ત્યાં જીવ પ્રમાદવશ રહી તેની ઉપેક્ષા સેવે છે; તથા જ્યાં જીવને ઉદ્યમ ખાસ પ્રકારે સફળ થતો નથી ત્યાં તે બડે ઉદ્યમી થઈ, શૂરવીરપણાના અશોને દાખવવામાં પ્રયત્ન થઈ ધારેલી અપેક્ષાની અથવા ઈચ્છાની સિદ્ધિ માટે આકાશ પાતાળ એક કરવા જેટલે શ્રી લેવામાં અટકતો નથી. પુદગલાભિનંદી અને સંસારસુબાહી જીવની આ એક આશ્ચર્ય ઉપજાવે એવી દુઃખદ અને કરુણ કહાણી છે,
આ વાતને થોડા વિસ્તારથી જોઈ તે સમજવી જરૂરી થાય છે. શ્રી જિનદેવે અનંત પ્રકારનાં કર્મો કહ્યાં છે. તેમાં મુખ્ય આઠ બતાવ્યાં છે ને તેમાં પણ એક મોહનીયનું મુખ્યપણું કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org