________________
સપુરુષના મંગલ ઉપદેશને સાર : ૭ સત્ય સુખ મેળવવા પુરુષાથી કેમ થતો નથી ? શાસ્તા પુરુ
નાં અનાદિની મોહનિદ્રામાંથી જાગ્રત કરાવનાર અમૃતમય અને શાંતરસમય અપૂર્વ વચન વિદ્યમાન હોવા છતાં જીવ શા માટે દુખદાવાનલમાં સળગી રહ્યું છે? રાગશ્રેષની બળતી આગમાં સપડાઈ શા માટે ભસ્મીભૂત થઈ રહ્યો છે તેનું સમાધાન પુરુષોનાં ઉપશમસ્વરૂપ ઉપદેશ વચનમાં સમાય છે. ત્યાં તેઓ નિષ્કારણ કરુણાથી પ્રેરાઈ તેનું કારણ દર્શાવતાં વચનો પ્રકાશે છે કે –
બાહ્યદષ્ટિથી રાચતા અજ્ઞાની છોને સંસારનું એકાંતે દુઃખમય જે સત્ય સ્વરૂપ છે, તે સ્વરૂપની ઝાંખી પણ તેમને લક્ષગત નહીં હોવાથી અને સંસારનાં વ્યવહારિક સુખને સાચું માનતા હોવાથી તેઓ સંસાર સુખાભિલાષી રહ્યા કરે છે. તેઓ સંસારની ભક્તિમાં લયલીન રહેતા હોવાથી તેમનામાં વૈરાગ્ય ઉદયગત સ્થિતિને પામી લેકોત્તર અને અલૌકિક સુખ પ્રત્યેની અંતવૃત્તિ ઊગતી નથી, તે જ તેમનું દુર્ભાગ્ય છે. તેઓને સંસારસુખમાં જ પ્રેમ (રાગ, આસક્તિ) છે, તે સુખ સાચું છે એવી શ્રદ્ધા છે અને તેની પ્રાપ્તિ અર્થે જે કંઈ આડું આવતું હોય, જે કંઈ છોડવા યોગ્ય જણાતું હોય, તે હર્ષ થી છોડવાથી જે અંતરંગ તત્પરતા છે તે અપંણુતા છે અને તે જ તેમની સંસાર ભક્તિ છે. પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાની ત્રિપુટી એટલે ભક્તિ, એ ત્રણેને સંગમ એટલે ભક્તિ, એ ત્રણે ભાવની એકતારૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org