________________
૨૫૦ : આધ્યાત્મિક નિબંધ
ભક્તિદેવીની પ્રભાવના વધતી જાય છે તેમ તેમ ભક્તના હૃદયમાં જગતની વિસ્મૃતિ વધતી જાય છે અને સતના ચરણમાં રહેવાની વૃત્તિ અતિ અતિ દઢ થતી સ્પષ્ટ જોવા મળે છે.
પ્રેમના સ્પર્શ વિના સ્વરૂપનું લક્ષ થતું નથી, પ્રેમની આંખ વિના તત્ત્વનું દર્શન થતું નથી, પ્રેમના પુષ્પ વિના પવિત્રતા પાંગરતી નથી, પ્રેમના પ્રાણ વિના અર્પણતા ધબકતી નથી, પ્રેમપીયૂષનાં પાન વિના અજરામર થવાતું નથી, પ્રેમની પાંખ વિના અંનતના આરે જવાતું નથી, પ્રેમનાં આલિંગન વિના પૂર્ણતા પમાતી નથી, પ્રેમની વૃદ્ધિ વિના શુદ્ધિ ને સિદ્ધિ થતી નથી, માટે હું પ્રેમસ્વરૂપ પ્રભુ! હું તારી પ્રેમસમાધિમાં પ્રવેશી બાઈનું ભૂલી જઉં,
તારી પ્રેમસરિતામાં શાંતિથી તર્યા કરું, તારા પ્રેમઝૂલામાં સદાય ખૂલ્યા કરું, તારા પ્રેમની મસ્તીમાં મસ્ત રહ્યા કરું,
અને તારા નિર્મળ પ્રેમમાં કેવળ તરબળ રહે,
એવું બળ આપજે, એવી કૃપા કરજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org