________________
૨૪૦ : આધ્યાત્મિક નિબંધ પછીને વિશેષ ઉપકારી ઉદારતા સુધીના ગુણો બતાવ્યા છે તે વિભાગને પ્રેમમાર્ગના બીજા ભાગ તરીકે લેખાવી શકાય અને ત્યાર પછી અર્પણુતાથી પૂર્ણતા સુધીના વર્ણન કરેલ વિભાગને પ્રેમમાં અને ત્રીજો ભાગ કહી શકાય.
અર્પણતા તેના ઠીક સ્વરૂપમાં પ્રગટયા પછી તે ભાગ્યવંત પ્રેમીભક્તની ઈચ્છાઓ, વૃત્તિઓ, લાગણીઓ અને ભાવે ખૂબ ઉપશાંત થયાં હોય છે, અહં અને મમને મદ ગળી ગયેલ હોય છે, શુદ્ધ પ્રેમના ઉત્કૃષ્ટ સ્વરુપમાં જ તેની સહજ રમણતારુપ સ્થિતિ હોય છે. પ્રેમમૂર્તિ શ્રી ગુરુનાં પવિત્ર ચરણોમાં ઇચ્છાની સંપણી કરવાથી શુદ્ધ પ્રેમાકાંક્ષી શિષ્ય નિશસક્ત, નિસ્પૃહ અને નિભય થવાથી અત્યંત અંતરંગ શીતળતા અને શાંતિ અનુભવે છે, તેના સુખની કોઈ સીમા નથી, તેની શાંતિની કઈ અવધિ નથી. કેમકે આ દશાએ પ્રેમ-શ્રદ્ધા -અર્પણતાની ત્રિપુટીને સંગમ છે, તે ત્રણે ભાવની એકરુપતા છે; અથવા પ્રેમમૂર્તિ પ્રભુ અને પ્રભુના પ્રેમી વચ્ચે અભેદભાવ થઈ જાય છે અને એ પ્રેમીભક્ત અથવા હવે ભગવાન પ્રેમમાર્ગમાં વેગથી ચાલીને શેષ ભાગ પૂરી કરે છે અથવા કહે કે પ્રેમની પૂર્ણતાને પામે છે. અહી શુદ્ધ આત્માના સમસ્ત ગુણે જે પ્રગટયા છે તે પૂર્ણતાને પામે છે. આ પૂર્ણતા એટલે મૌનતા અથવા શાંતતા. ગુણોનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વરૂપ એટલે જ મૌનતા.
સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org