SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪: આધ્યાત્મિક નિબંધો વિક૯પ શો? ભય છે? ખેદ છે ? બીજી અવસ્થા શી? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃણ શુદ્ધ, પરમ શાંત ચિતન્ય છું, હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું, તન્મય થાઉં છું.” (વચનામૃત ૮૩૩) ચેતન્યાત્માના સ્વરૂપને ઓળખાવનારાં અને ગુણધર્મ બતાવનારાં આ વચને કેવા શાંતિદાયક છે! તેને સાંભ. ળતાં પ્રભુનો પ્રેમી ભક્ત અંતરમાં ઠરી જાય એવું અદ્ભુત સામર્થ્ય તેમાં રહ્યું છે. જિજ્ઞાસુ ભક્ત પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપે આથી જાણુંને, સમજીને, અંતરમાં અવધારે છે. “કર વિચાર તો પામ” એ સિદ્ધાંતદર્શક વચને ઉપર પણ વિચાર કરે છે, તેની વર્તમાનદશાએ તેના વિચારને વાસ્તવિકતાની કસોટીની એરણ પર મૂક્યા પછી તેને હદયથી લાગે છે કે સંતપ્રભુ પ્રત્યે તેને એટલે પ્રેમ આવે છે તેટલે ગુપ્ત રહેલા અમૂર્ત સ્વરૂપી નિજાત્મા પ્રત્યે થતા નથી. વળી એ વાત એને સુવિદિત છે કે પ્રભુસ્વરૂપ પુરુષ પ્રત્યેનો પ્રેમ તે તેમના પવિત્ર અને નિર્મળ આત્મા પ્રત્યેને છે અને તે પરમાર્થથી જોતાં સ્વામી પ્રતિને જ પ્રેમ છે. આથી તે પ્રભુ પ્રત્યેના પ્રેમને વિકસાવી તેને પૂર્ણતા સુધી લઈ જવાની આકાંક્ષા સેવે છે. પરંતુ તેમ કરવા માટે પ્રેરણા અને શક્તિ મેળવવાં કેવી રીતે? તેને વિચાર કરે છે. વિચારતાં પ્રભુનાં વચને કર વિચાર તો પામ” સમૃતિમાં આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy