SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને પૂર્ણતા : ૨૧ ગર્ભિતપણે સૂચવ્યું. રાગદ્વેષ મેહ વગેરે બંધભાવે ક્ષીણ કરી ક્ષય કરવા કેટલા કઠણ છે તે સહુ કોઈ જાણે છે પરંતુ પ્રેમમાર્ગના પંથીની સર્વ ગ્રંથિ પ્રભુપ્રેમના વધતા બળ થકી સહજતાએ છેદાઈ જાય છે, તેમનામાં સંસારસુખ પ્રત્યે વિરાગ્ય આવે છે તેમ સ્ત્રી સંપત્તિ આદિ પદાર્થો સપષ્ટ પ્રીતિથી ભેગવાની તેને ઈરછા થતી નથી અને તેને નમ્ર તથા કોમળ થયેલે આત્મા એક જ્ઞાની પુરુષનાં ચરણમાં સ્થિર અને લીન થવા સિવાય બીજે કેઈ સ્થળે સ્થાયી થવા ઈચ્છતો નથી. અહે, પ્રેમના પ્રભાવની પ્રભા કેવી તેજસ્વી અને સર્વદેષનાશક છે ! અહે, પ્રભુસ્વરૂપ સંતપુરૂષમાં પ્રેમ લાવીને તેને પરમ પ્રેમની ઊંચી ને ઊંચી શ્રેણી પર લઈ જવાથી કયું કાર્ય સિદ્ધ ન થાય ! “છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ નહિ જોક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છે માસ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધ, બુદ્ધ, ચૈિતન્યઘન, સ્વયંતિ સુખધામ; બીજું કહિયે કેટલું? કર વિચાર તે પામ.” શ્રીમદ્ રાજચંદ્ર : શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર “સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચિતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy