________________
પ્રેમ અને પૂર્ણતા : ૨૦૭ નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. ભક્તિમાતા પિતાના પ્રિય પુત્ર જ્ઞાનને પ્રેમથી સહાય કરી વિકાસની પૂર્ણતા સુધી પહોંચાડે છે, ત્યારે તેને મેક્ષ કહે છે. પ્રેમની પૂર્ણતા અને જ્ઞાનની પૂર્ણતા એટલે જ એક્ષ. માત્ર બાહ્યજ્ઞાન કે ભાષાજ્ઞાન કે અનેક ભાષાઓ જ્ઞાન તે મોક્ષનું કારણે હેઈ શકતું નથી. પ્રેમભક્તિ એ જ મોક્ષને હેતુ છે.
“ભગવત્ મુક્તિ આપવામાં કુપણ નથી પણ ભક્તિ આપવામાં કૃપણ છે એમ લાગે છે, એ ભગવાને લોભ શા માટે હશે? ” (૨૮૩)
અહ, પ્રભુને ઉપાલંભરૂપ આ વચનો ભગવાનના પ્રેમીભક્તને કેવા પ્રેરણાદાયી, પ્રેમની વૃદ્ધિ કરવામાં ઉત્તે. જન આપનાર તથા કલ્યાણકારક છે? તે વચનેના શ્રવણમનનથી હદયની શથિલ પ્રેમવૃત્તિ વિશેષ જાગ્રત થાય છે અને આત્મામાં બળને સંચય વધે છે. ભગવાન પિતાના પ્રેમી ભક્તને મુક્તિ તે આપે જ છે પણ ભક્તિ આપવામાં પણ છે એમ જાણ્યા પછી ભક્તિમાર્ગમાં પ્રવેશ ઈચ્છતો ઉત્સાહી અને આશાવંત ભક્ત પણ ભગવાનના એ કૃપણભાવને પ્રેમથી અપનાવી પ્રભુના પ્રેમનો વધુ ને વધુ લોભી તે બનતો જાય છે, તેને બરાબર લક્ષ છે કે પ્રભુ એક પ્રેમની દેરી સિવાય બીજા કશાથી બંધાતા નથી, અને જે પ્રભુ એ પ્રેમની દેરી સહેલાઈથી આપી દે તે પિતે સહેલાઈથી બંધનમાં આવી જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org