SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ : આધ્યાત્મિક નિબંધ છે. જો કે વસ્તુતાએ પ્રભુજી બંધાવા ઈચ્છે છે પણ સહે. લાઈથી નહીં; ભક્તના પ્રેમની સાચી કસોટી કર્યા પછી જ પ્રભુ પ્રેમભક્તિનું દાન કરે છે અને અત્યંત આશ્વસન તથા સંતોષની વાત એ છે કે પ્રભુએ એક વખત તે દાન કર્યા પછી ભક્તની ભક્તિ પૂર્ણતાને ન પામે ત્યાં સુધી પ્રેરણાબળ, ઉત્સાહબળ, આશ્રયબળ અને નિશ્ચયબળ આપ્યા કરે છે. જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઈએ નહીં, એ અમારો અંતરંગ અભિપ્રાય વતે છે. માત્ર જ્ઞાનીને ઈરછે છે, એાળખે છે, ભજે છે, તે જ તે થાય છે અને તે ઉત્તમ મુમુક્ષુ જાણો એગ્ય છે.” (વચનામૃત ૩૩૫) જુઓ, આ સાદા દેખાતાં છતાં ગંભીર ભાવ ગર્ભિત અપૂર્વ વચનમાં કે સુંદર અને ઉત્તમ ઉપદેશ છે ! તેમાં કેવું સચોટ અને ફળદાયી માર્ગદર્શન છે! પ્રેમની પૂર્ણતાએ પહોંચવાની જેની આકાંક્ષા છે, જેની તાલાવેલી છે, મુમુક્ષુના વિચાર અને ભાવ કેવા હોય તેની અહીં કેવી ઉપકારી વ્યાખ્યા કહી બતાવી છે? જે વાસ્તવમાં પ્રેમવરૂપ, જ્ઞાનસ્વરૂપ પુરુષને ઓળખે છે તે ક્યારેય ધ્યાનાદિના પ્રયાગ કરવા ઇચ્છતે નથી. એવા પ્રાગે કરવાની આવશ્યકતા કે તેની મહત્તા તેના દિલમાં ઊગતી નથી; કેમકે તે અતિ યથાર્થતાએ સમજે છે કે ધ્યાન વા સમાધિ સહજપણે આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy