SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ઃ આધ્યાત્મિક નિબંધે બળવાન ને સ્વાર્થ યુક્ત આચરણવાળી માયાવી લાગણું જેર કરી જાય છે, ત્યારે જગત તેને સ્વાથી પ્રેમને નામે ઓળખાવે છે. પવિત્ર પ્રેમ શબ્દને “વાથી” એવું વિશેષણ લગાડવું તે સત્યના અર્થને ભૂષણરૂપ ન લાગતાં ઉલટું દૂષણરૂપ જણાય છે. પ્રેમ એટલે જ નિઃસ્વાર્થ, નિસ્પૃહ, નિર્દોષ અને નિર્મળ ભાવ. તે સ્વચ્છ હૃદયના ઊંડાણમાંથી નીકળતી, સરળ પ્રવાહથી વહેતી અને ઇg પ્રેમપત્રના અંતાચળ સુધી પહોંચી તેની સાથે મધુર મિલનથી એકરૂપ થતી કલ્યાણની મૂર્તિ સમી ઊર્મિ છે; અને તેમ હોય ત્યાં લૌકિક અર્થવાળા “સ્વાથી” ભાવનું અસ્તિત્વ કેમ હોઈ શકે ? માટે પ્રેમ એક છે, અદ્વિતીય છે, અમિશ્ર છે, અસયોગી છે, અમર છે. પ્રેમ પ્રેમથી વધે છે, વિકસે છે. તે બેગણ, સગણો, સહસ્ત્ર ગણે, લક્ષગણે, અસંખ્યાત ગણે અને અનંતગણ થાય છે. આવું ચમત્કારિક છે પ્રેમનું અદ્ભુત સ્વરૂપ. જગતમાં મનુષ્ય વચ્ચે સાંસારિક શુભ સંબંધ જેટલા નિકટ હોય છે, ત્યાં સામાન્યપણે પ્રેમના અંશે તેટલા વધુ હોય છે અને જ્યાં પ્રેમના અંશે વધુ હોય છે ત્યાં સંપ, સંતોષ અને સુખ પણ વધુ હોય છે. સંસારમાં પિતા-પુત્ર, મા–બાળક, ભાઈ–બહેન વગેરે સર્વ સગપણ સંબંધમાં પતિ અને પત્ની વચ્ચે પ્રેમ સંબંધ દિર્ઘાયી, ગાઢ, પ્રધાન અને સર્વથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. આ વાત સહુને અનુભવથી પરિચિત હાઈ સહજ સમજાય તેવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy