________________
પ્રેમ અને પૂર્ણતા : ૧૭૭ પિતાને પ્રેમ હજુ ઉણપવાળે છે, પિતાના પ્રેમની સફર હજુ લાંબી છે અને પ્રેમના મેરૂપર્વતનું ઉન્નત શિખર પ્રાપ્ત કરવાનું હજુ શેષ રહ્યું છે તેવા સંપૂર્ણ ભાનને લીધે પિતા પ્રત્યે પણ કરુણ આવે છે અને રહે છે, તે કારણે તેનામાં નમ્રતા અને પોતાપણારૂપ અંહકારભાવને ત્યાગ વિશેષપણે પ્રગટ થતાં જાય છે. આદ્રતા અને માદેવતાની જોડી એવી સુંદર છે તેમ ભાવવાળી છે કે તેનાં પરિણમનથી અંતરમાં નિખાલસતા અને સરળતા સત્ય સ્વરૂપે પ્રગટ થાય છે. આ બંને ગુણોનું સાચું સ્વરૂપ અનુભવે જ લક્ષમાં આવે છે અને સમજાય છે. જ્યાં નિખાલસતા છે ત્યાં દેને ઢાંકવાની બુદ્ધિ નથી, જાહેર કરવામાં સંકેચ કે આનાકાની નથી અને જેમ છે તેમ કહેવામાં લાજ શરમ અંતરાયરૂપ થતી નથી, કેમકે તે સુંદર ગુણના પ્રભાવથી દિલની મલિનતા અને દંભવૃત્તિ દૂર થઈ ગઈ હોય છે. તેની સુવાસ એવી મીડી છે કે પાસેનાઓને આકર્ષે છે તથા અજવાળે છે. જયાં સરળતા છે ત્યાં ગુણોને ખેંચવાની શક્તિ છે, નિજ હિતને ઉપકારી અને પોષક નિમિત્તોને નિઃશંકપણે અપનાવી આરાધવાને નિર્મળ મતિ છે અને અન્ય જનેને સન્માર્ગમાં સહાય આપી સાથીદાર બનવાની વૃત્તિ છે. કહેવાય પણ છે કે જ્યાં સરળતાનો વાસ છે ત્યાં પ્રભુતાને નિવાસ છે; કેમકે જ્યાં સરળતા છે ત્યાં માયાકપટ નથી, છેતર પીંડી નથી, દળે નથી, દંભ નથી, મદ નથી, મત્સર નથી, અહંકારનું પ્રાબલ્ય નથી, અને આ કારણે જ આ. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org