SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પ્રેમ અને પૂર્ણતા : ૧૭૧૯ છે. પ્રેમ અદષ્ટપણે રહેતો હોવા છતાં તેનું સ્થાન જગતમાં ઉચ્ચતમ ભૂમિકાએ ઉત્કૃષ્ટપણે શેલે છે. કેઈ કહે કે પ્રેમ એ જીવન છે, જીવન એ પ્રેમ છે, તે ત્યાં ખોટું શું છે? પ્રેમરસ વિનાનું જીવન નીરસ છે, શુષ્ક છે, તો તે જીવનને સાચું જીવન કેમ કહી શકાય? વળી કઈ કહે. કે પ્રેમ એ ઈશ્વર છે, ઈશ્વર પ્રેમ છે, તે તે વચન. અસત્ય કેમ ઠરે? કેમકે પ્રેમની પૂર્ણતા એટલે જ ઈશ્વર. કેઈના અભિપ્રાયે પ્રેમ છે ત્યાં આનંદ છે; તે ભાવને નિર્મળ મતિથી વિચારતાં સત્ય લાગે છે, કારણ કે તે. જગ્યાએ પ્રેમ અને આનંદ એકરૂપ થઈ જાય છે અથવા તે પ્રેમના ગર્ભમાં આનંદ છુપાયેલું છે તે દર્શાવે છે. પ્રેમના સ્વરૂપને વિચાર કરતાં પણ જ્યારે આનંદ આવે. છે, ત્યારે પ્રેમની અનુભૂતિ વેળાએ કેટલો આનંદ ઉપજે તેનું અનુમાન થઈ શકે તેમ છે. કેઈના મત અનુસાર પ્રેમ છે ત્યાં શાંતિનું સામ્રાજ્ય છે, તે તે વાત પણ યથાતથ્ય ભાસ્યમાન થાય તેટલી સ્પષ્ટ છે; કેમકે જે સ્થળે પ્રેમ જ્યારે કેન્દ્રિત થાય છે, ત્યારે અંતરમાં અન્ય. સર્વ ભાવે ઉપશમિત થાય છે ને શાંતિ વેદાય છે. પ્રેમ એટલે બે હદયને જોડનારી અદશ્ય, સળંગ,. સીધી દેરી, પ્રેમ એટલે બે આત્માઓ વચ્ચે ગુપ્તતાએ સંધિ કરાવનાર અલૌકિક તત્વ. આથી જ કહ્યું છે કે પ્રેમ એટલે મેળાપ અથવા સુખદ સમાગમ. જેને જેનામાં પ્રેમ હોય છે, તે તેને જ ઈચ્છે છે, તેનો સંયોગ ચાહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy