SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ નિબંધ ૭ મેં પ્રેમ અને પૂર્ણતા પ્રેમ એ અઢી અક્ષરને સુંદર શબ્દ છે. પ્રેમ એ અદ્દભુત ચમત્કારિક દિવ્ય શક્તિ છે. તેની તાકાત બેહદ અને અમર્યાદ છે. તેનું માધુર્ય સુમધુર અને મિષ્ટ છે. તેને મીઠે સ્પર્શ હદયના કેમળ તારને હલાવવા, ઝણ ઝણાટી ફેલાવવા સમર્થ છે. તેનું આલાપવાળું સંગીતમય નૃત્ય શરૂ થાય છે ત્યારે હયું નાચવા માંડે છે, અંતરાનંદની છોળો અંતરાય વગર ઊડવા માંડે છે અને ચોપાસ વર્તેલમાં ફેલાય છે સંનિધિમાં આવનાર વ્યક્તિએને અને તને પિતાના પ્રેમાળ બાહુપાશમાં જકડી લઈ આનંદિત કરે છે. તે સમયે તે જગતની, સરળતાથી વિસ્મૃતિ કરાવે છે; દુન્યવી વસ્તુઓના મેહનું વિસ્મરણ કરાવે છે; વ્યવહાર જીવનનાં સુખ-દુઃખ, હર્ષશોક, જયાજય, સંપત્તિ-આપત્તિ આદિ કષ્ટ ઉપજાવનારાં ઢંઢો ક્યાં વિલીન થઈ જાય છે તેને પત્તો લાગતો નથી. તેના અનુભવનું એક જ બિંદુ વિતરીને સિંધુ સમાન થવાનું સામર્થ્ય ધરાવે છે. તેનું એક જ પ્રકાશ કિરણ અનંતાનંત કિરણરૂપે થવા પરમોચ્ચ ચોગ્યતા આપે છે; વળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy