SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ઋણુનું બંધ ઃ ૧૪૫ લંબિત છે. એ અજ્ઞાનરૂપ અંધકારની નિવૃત્તિ જ્ઞાનરૂપ પ્રકાશથી થાય છે. જે સમયે જ્ઞાન પ્રકાશે છે તે જ કાળે અજ્ઞાનતિમિર ટળે છે. તે જ્ઞાનના પ્રકાશને લાભ જેણે જ્ઞાનતિ પ્રકટ કરી છે તેવા આત્મજ્ઞાની અને આત્મદશ ભગવંત પાસેથી જ મળી શકે છે. તે આત્મત્વપ્રાપ્ત પુરૂષને પ્રત્યક્ષ સમાગમગ પૂર્વના બંધાયેલ શુભ ઋણાનુબંધના શુભ ઉદયે પ્રાપ્ત થાય છે અને તેવા ઉદયને જ્ઞાની પુરૂષ મહતું પુણ્યના ઉદય તરીકે લેખવે છે. તે શુભ ઋણાનુબંધને સંચય, ભવોભવમાં સારા સંસારી સગપણુ-સંબંધ જાળવી રાખવાથી અને એ છે એ છે પણ તેવા સંબંધિત જી સાથે ધર્મમાં પ્રીતિ લાવી આરાધના કરવાથી ઉત્પન્ન થાય છે. સંચયનું બળ વધી જતાં તેનો ઉદય આવી તે ફળરૂપ થાય છે. તે જ નિયમ પ્રમાણે અશુભ ઝણુંનુબંધનો સંચય, ભવભવમાં શ્રેષયુક્ત નરસા સંસારી સગપણુ-સંબધે જારી રાખવાથી ઉત્પન્ન થાય છે; અને સંચયનું બળ વધી જતાં તેને ઉદય આવે છે ને ફળરૂપ થાય છે. ઉત્કૃષ્ટ શુભ ઋણાનુબંધના બળસંચયના ઉદયથી અત્યંત ઉચ્ચતમ આત્મદશાને પાવનકારી લાભ અને પછી ત્રણ ચૂકવાઈ જતાં ઝળહળ જ્યોતિ સ્વરૂપ, પરમ દેદીપ્યમાન, રૂપરૂપના અંબાર જેવી મુક્તિસુંદરી સાથે પવિત્ર લગ્નથી જોડાવાને લાભ તથા શાશ્વત સુખ, આનંદ અને શાંતિને ઉપભેગા કરવાને અચિંત્ય યુગ સહજ મળે છે. અ, ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy