SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ઃ આધ્યાત્મિક નિબંધો છે. તે સર્વ સંબંધનો સ્પષ્ટ અનુભવ દરેકને થાય છે અને સુખદુઃખ વેદે છે. ઋણના શુભ ઉદયે સુખ અને સંતોષ તથા અશુભ ઉદયે દુખ અને વિટંબના અનુભવાય છે. કેટલીકવાર અશુભ ઉદયની દીર્ઘકાળની સ્થિતિ સાથે તીવ્રતા અને ઘનિષ્ટતા એવી મોટી ને બળવાન હોય છે કે તે વેદતાં જીવ ખૂબ અકળાય છે અને પરેશાની પામે છે. વ્યવહારથી છૂટવાને ઉપાય હોય તો પણ વેદવાનું હોઈ અર્થાત્ ઉદય હાઈ ઉપાય લઈ શકાતું નથી. વાસ્તવિક જીવનમાંથી દષ્ટાંતે લઈ સમજીએ. નામ બધાં કપિત સમજવાં. શુભ ઉદયઃ પુનમચંદ જન્મથી સુસંસ્કારી, સદાચારી, સેવાભાવી અને કૃતનિશ્ચયી હતા. લાડીલી કન્યા શહિણી સાથે લગ્નગ્રંથિથી જોડાયા પછી તેમનું ભાગ્ય, જેમ ચંદ્રની કળા દિવસે દિવસે વધે તેમ પ્રતિવર્ષ ખીલતું ગયું. બંને પતિ-પત્નિ ધર્મપ્રેમી અને ધર્મારાધન યથાશક્તિ કરવાનાં ભાવવાળાં હતાં. બંને વચ્ચે વિમળ પ્રેમને ઝરે વહેતા હતો અને એક બીજાની સર્વ સગવડ સચવાતી હતી. ત્રણ કે ચાર વર્ષના અંતરે પ્રેમાળ હદયી સહિણી જેમ જેમ પ્રભુનાં નિર્દોષ બાળકે જન્મ આપતી ગઈ, તેમ તેમ લગભગ તે તે સમયે પુનમચંદને ભાગ્યભાનુ પણ વિશેષ તેજથી તપતે ગયે. વેપાર વિકાસ, આડત અને ભાગીદારો સાથેના શુભ-રૂડા સંબંધ ખૂબ સંતોષકારક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy