________________
* ણ નું બંધ : ૧૧૩
રીતે વધતા ગયા, જાણે કેમ પરમકૃપાળુ પ્રભુએ ચારે બાજુથી કૃપાવૃષ્ટિ કરી ન હોય! આર્થિક ઉન્નતિ અને સામાજિક પ્રતિષ્ઠાને લાભ ઊંચા ઊંચા સ્થાનકે પહોંચતે ગયે. કુટુંબમાં સુખદ સંપ, ભાગીદારીમાં પ્રકૃતિના સુમળથી મતભેદ વિનાની નેહપૂર્ણ લાગણી, સંપર્કમાં આવતા મનુષ્ય સાથે સારા સંબંધે, નેકની સંવેષપૂર્ણ વફાદારી ઈત્યાદિ શુભ ઋણાનુબંધના શુભ ઉદયે અનુભવગમ્ય થયાં. પુનમચંદને ગૃહસંસાર પ્રેમભરી લાગણીથી ચાલતો હતે. કુટુંબ વ્યવહારમાં કોઈ આડખીલી કે અંતરાય નહેતી; વ્યાપાર સંસારમાં પરસ્પર અનુકૂળ રહેવાની સારરૂપ વૃત્તિ હતી. બાળકોમાં બે આજ્ઞાંકિત અને સરળ પુત્ર અને લાડકી નાની પુત્રી માતા-પિતાની પ્રેમાળ છાયા નીચે ઉછરી મોટાં થયાં.
તેવામાં એક ઉપાધિનો પ્રસંગ બન્યો. પુત્રો અને પુત્રી મોટરમાં બેસી ફરવા નીકળ્યાં હતાં. ડ્રાઈવરની કેઈ ભૂલ વગર મોટરને ટ્રક સાથે અકસ્માત થયે અને તેમાં વહાલી પુત્રીને ગંભીર ઈજા અને ડ્રાઈવરને થોડી ઈજા થઈ. આયુષ્યબળે પુત્રી બચી ગઈ. તે દુઃખદ પ્રસંગની ઘેરી ખેદજનક અસર ઘણું વર્ષના જૂના વફાદાર ડ્રાઈવર પર થઈ તેને ખૂબ ખેદ થયે; તેનું ચિત્ત શેકથી ચગડેળે ચડયું પિતાની ભૂલ નહિ છતાં ભૂલ કરી હોય તેવી છાપ તેના દિલમાં એંટીને રહી અને વિચારવમળમાં અટવાતા તે ઉપકારી શેઠની નોકરીમાંથી છૂટા થવાના અ, ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org