SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ઋણ નુ બંધ : ૧૧૧ તેના ઉપયોગને સારો લાભ સહજ મળે છે. તે જ ઘણું ભાગ્યશાળી લેખાય છે. તે જ રીતે ઉત્તરોત્તર સમજવું. અહીં બતાવેલ નિયમ તર્કબદ્ધ, ન્યાયયુક્ત અને અબાધિત છે. તેમાં કેટલીક સૂક્ષ્મ શંકાઓ કે આશંકાઓ, ખરી સમજણના અભાવે ઉત્પન્ન થતી ગૂંચે અને મૂંઝવણે દેખાશે. તેના નિવારણ માટેનું જ્ઞાન કેળલીગમ્ય કે ગુરુગમ્ય છે એમ માની શ્રદ્ધાયુક્ત ચિત્ત સ્થિરતા અવગાહવી. ગણુનું બંધના ઉદ: ચારે ગતિઓમાંની પ્રત્યેક ગતિમાં જે જીવો શુભાશુભ ઋણાનુબંધથી બંધાયેલા હોય, તેઓ ત્રણની પતાવટ અથે પરસ્પર સંબંધ સમાગમમાં આવે છે તે, તથા તે ઉપરાંત એક ગતિ જીવ સાથે અન્ય ગતિના જીવને ઋણાનુબંધના વિશેષ પ્રકારના ઉદય હોય છે તે હવે જોઈએ. મનુષ્ય મનુષ્ય વચ્ચે નાણાનુબંધના ઉદય : મનુષ્ય માત્રનું જન્મથી મરણ સુધીનું જીવન શુભાશુભ ઋણાનુબંધના ઉદયે ઘણું કરીને વ્યતીત થતું હોય છે. ઋણાનુબંધી માતાપિતાને ત્યાં જન્મ, ઋણાનુબંધી ભાઈ-ભગિની, પતિ-પત્નિ, સંતાન, ભાગીદાર, શેઠ, નોકર આદિના સગપણુ-સંબંધો વગેરે ઋણ ચૂકવવા અર્થે હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy