SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪: આધ્યાત્મિક નિબંધો અને ફરી એમ ન જ કરવું એવું દઢવ આત્મામાં. પ્રકાશે છે.” આ અવતરણ પણ તેમના પૂર્વભવના જ્ઞાન હોવાની સાક્ષી પૂરે છે. એ જ પ્રમાણે વિ. સં. ૧૯૪૭ના કારતક સુદ ૧૪ના રોજ શ્રીમદ્ રાજચંદ્ર શ્રી સૌભાગભાઈને લખેલાં નીચેનાં વચને તેમના જ્ઞાન વિશે સારો પ્રકાશ પાડે છે. ઉપશમ અને ક્ષપક એ બે જાતની શ્રેણું છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી, ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે અગ્યારમેથી જીવ પાછો વળે છે. ઉપશમ શ્રેણી બે પ્રકારે છે, એક આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળ ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે પડે છે. આ નજરે જોયેલી આત્માએ અનુભવેલી વાત છે. કેઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે, ન નીકળે તે કંઈ બાધ નથી. શ્રી તીર્થકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે.” શ્રીમદને જાતિસ્મરણજ્ઞાન હોવાની પ્રતીતિ આપતાં આ બધાં વચન સાથે એમના એક અનુરાગી, ખંભાતના શ્રી છોટાલાલ માણેકચંદને થયેલો શ્રીમદ્ આ બાબતને અનુભવ નોંધવા જેવો છે. તે તેમના જ શબ્દોમાં જોઈએ. સં. ૧૯૪૬ના આસો વદમાં પરમકૃપાળુ દેવ ખંભાત પધાર્યા ત્યારે અંબાલાલભાઈના મકાનમાં ઊતર્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy