________________
૮૨ ઃ આધ્યાત્મિક નિબંધ
લઘુ વયથી અદ્દભુત થયે, તત્વજ્ઞાનને બેધ; એ જ સૂચવે એમ કે ગતિ આગતિ કાં શોધ? જે સંસ્કાર ઘટે અતિ અભ્યાસે કાંય, વિના પરિશ્રમ તે થ, ભવશંકા શી ત્યાં ?
“પૂનર્જન્મ છે, જરૂર છે, એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું.”
વિ. સં. ૧૯૪૮ના વૈશાખ માસમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાના અનુરાગી મુનિશ્રી લલ્લુજી મહારાજને લખેલું કે, “સત્સંગનું અત્યંત માહાસ્ય પૂર્વભવે વેદન કર્યું છે, તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે, અને નિરંતર અભંગાણે તે ભાવના ફુરિત રહ્યા કરે છે.”
વિ. સં. ૧૯૪૬ ના પ્રથમ ભાદરવા સુદ ૬ ના રોજ શ્રીમદ રાજચંદ્રજીએ ધમેચછક ભાઈઓને વિસ્તારથી લખેલું કે :
“અંતરજ્ઞાનથી સ્મરણ કરતાં એ કોઈ કાળ જણાતું નથી વા સાંભરતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકપનું રટણ ન કર્યું હોય, અને એ વડે સમાધિ ભૂ ન હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહાવૈરાગ્યને આપે છે.”
વળી સ્મરણ થાય છે કે પરિભ્રમણ કેવળ સ્વછંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org