________________
શ્રી વિમલનાથ ચરિત્ર. પુત્ર થવાથી તું ખુશી છે કે નહીં?” તે વખતે તારે ખુશી જ બતાવવી પડશે. યમઘંટાના આ વચન સાંભળી તે કારીગર પિતાને ઘેર ગયે. તેવામાં પેલે જુગારી આવ્યું. ચમઘંટાએ પુછવાથી તેણે પિતાનો વૃત્તાંત જણાવી દીધો. તે સાંભળી યમઘંટા બેલી, અરે ! તારી ક્રરબુદ્ધિ છે. તે પણ તે તે માણસને જે દ્રવ્ય આપી દીધું. તે એગ્ય ન
” જુગારી બોલે, “મેં તે તેનું સર્વસ્વ લઈ લેવાનો કેલકરારરૂપે ઠરાવ કર્યો છે.” યમઘંટા બોલી, “તે તારૂં દ્રવ્ય ગયું સમજજે.” જુગારીએ કહ્યું, “આ સમગ્ર ભુવનમાં હું કઈ એ મનુષ્ય જેતે નથી કે જે મારૂં દ્રવ્ય લહી શકે.” યમઘંટાએ કહ્યું, “અરે ! તું આ મહાનું ગર્વ શામાટે રાખે છે? આ પૃથ્વી ઉપર જે બુદ્ધિમાન પુરૂષ છે. તે વિધિ (વિધાતા) ની લક્ષ્મીને પણ લઈ શકે છે. એક સુબુધિ નામના પુરૂષે પિતાની બુદ્ધિથી તેવું કામ કર્યું હતું.” જુગારીએ પુછયું. “તે સુબુધિ કોણ હતો ?” યમઘંટા બોલી.
સુબુદ્ધિ મંત્રીની કથા. “પૃથ્વીભૂષણ નામના નગરમાં પૃથ્વીચંદ્ર નામે એક રાજા હતો. તેને સબુદ્ધિના સમૂહથી પ્રકાશમાન એવો સુબુદિધ નામે મંત્રી હતો. તે હંમેશાં રાજ્યની ચિંતા કરનાર અને રાજા તથા પ્રજાને પ્રિય થઈ પડયો હતો. એક સમયે રાજાને ઘેર પુત્રજન્મ થતાં મોટે ઉત્સવ પ્રવર્તી રહ્યા. તે કુમારની ષષ્ઠી (છી) નું જાગરણ આવતાં, તે મંત્રી તેનું ભાગ્ય જેવાને ગયે. ત્યાં તાંબુલ આપી અને ધવલ-મંગળ કરી સ્ત્રીવર્ગ સુઈ ગયે, ત્યારે આકાશમાં આ પ્રમાણે વનિ થયું. “ આ રાજકુમાર કેટલાક કાળ ગયા પછી એક શિકારી ભીલ થશે અને તે સદા એક જીવને મારી શકશે,” આવો ધ્વનિ સાંભળી તે સુબુદ્ધિમંત્રીએ પોતાના હૃદયમાં ચિંતવ્યું કે, “આ કુમાર રાજાને ઘેર જન્મે છે, પણ તે રાજયને યોગ્ય દેખાતો નથી.” તે પછી પુનઃ રાજાને ઘેર બીજે કુમાર જન્મે. તેની ષષ્ટીનું જાગરણ આવતાં પણ તે સુબુદ્ધિ મંત્રી રાત્રે ત્યાં હાજર રહ્યો. તે વખતે તેણે આકાશમાં આ પ્રમાણે ધ્વનિ સાંભળ્યો. “આ રાજકુમાર કેળી થશે અને તેને ઘેર સદા એક બળદ રહેશે.” આ ધ્વનિ સાંભળી તે મંત્રીઓ હદયમાં ચિંતવ્યું કે, “આ કુમાર પણ ભાગ્યવાન નથી.” તે પછી એક સમયે રાજાને ત્યાં પુત્રીને જન્મ થયે. તેણીના પછીના જાગરણમાં પણ સુબુદ્ધિમંત્રી હાજર રહ્યા. ત્યાં તેણે આ પ્રમાણે આકાશમાંથી શબ્દ સાંભ. “આ રાજપુત્રી અનુક્રમે વેશ્યા થશે અને તેણીની પાસે પ્રતિ દિન એક પુરૂષ આવશે.” આ ધ્વનિ સાંભળી મંત્રીએ મનમાં વિચાર્યું કે, “જે આવી રીતે સર્વની દશા થશે, તે રાજ્યને ક્ષય થઈ જશે.” આવી ચિંતા કરતે તે મંત્રી ગંભીર હૃદયે રહ્યો હતો, તેવામાં અકસ્માત પશ્ચક ચડી આવ્યું. તે સમયે રાજ પૃથ્વી
૧ શત્રુઓનો હલ્લો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org