SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિમળનાથ ચરિત્ર, શક્તિની જેમ પ્રસિદ્ધિને આપનારી રત્નત્રયીને ધારણ કરત, સેનાના ચાર અંગોની જેમ ધર્મના ચાર ભેદ્રને દર્શાવતે, ગુણેની જેમ ષટકાનું ભાવથી પાલન કરતા અને સાત અંગોની જેમ સાત તને જાણતા તે આ પૃથ્વી ઉપર શોભતું હતું. તેણે સમગ્ર વિષય* સંયુક્ત શત્રુવર્ગને જીતી લઇ અનંત કેવળજ્ઞાનની લક્ષ્મી સંપાદન કરી. તે પછી તેણે કેટલાએકને હિતકારી સાધુત્વ, કેટલાએકને અમૂલ્ય રત્ન, કેટલાએકને નાના દેશ (વિવિધ આદેશ), તથા ક્ષમા, ભવ્ય પ્રાણીઓને કલ્યાણ, અભવ્ય પ્રાણીઓને શેક, કેટલાએકને ઘણું માન અને કેટલાએકને શુદ્ધિ આપનારું સ્થાન આપ્યું. આ પ્રમાણે તે પિતાનું આયુષ્ય પૂર્ણ કરી અવ્યયપદક્ષને પ્રાપ્ત થશે. અને ત્યાં અનંત સુખને ભક્તા તથા જ્ઞાનીઓને શિરોમણું બની ગયો.” બ્રહ્મગુપ્તસૂરિ કહે છે. હે રાજા ! આ વાર્તા ઉપરથી તમારે સમજવાનું છે કે, ધર્મને ફકત પક્ષપાત કરે, તે પુરૂષને આ લેક તથા પાકમાં સુખદાયક થાય છે. તે પછી તે ધર્મ આચરવાથી શું ન થાય ? છાયા કરનાર, લેકના આધારભૂત અને સુમન શ્રેણીથી સુશોભિત એ ધર્મરૂપી કલ્પવૃક્ષ વાંછિત ફળને આપે છે. તે ધર્મ સુંદર શાલ-વૃક્ષ જેમ દાનાદિક ભેદથી ચતુઃશાલ (ચાર શાખાવાળા) છે અને તે સકળ સર્વજ્ઞ પ્રભુના વ્યાખ્યાન સમયે સંતાપને ૧૦ વારનારો છે. તે (ચાર પૈકી) એક શાળ૧૧ (દાનાદિ એક પ્રકારની) ધર્મની વિશાળતાનું વર્ણન કરવાને કોણ સમર્થ થઈ શકે તેમ છે કે જેને માર્ગે ચાલનારા અનંત પ્રાણીઓ પરમપદ–મેક્ષને પામ્યા છે. તે વૈરાગ્ય સહિત ધર્મના સર્વ ભેદ સર્વ પુરૂષાર્થોની સિદ્ધિને આપનારા છે, તે છતાં પણ દાતારપુરૂષને હાથ તે સર્વની ઉપર આવી શકે છે. આ જગતમાં પ્રથમ સર્વથી મેટો ૧ હાથી, ઘોડા, રથ અને પાયદલ–એ સેનાના ચાર અંગે અને દાન, શીલ, તપ અને ભાવ-એ ધર્મના ચાર ભેદ. ૨ રાજાપક્ષે સંધિ વિગેરે છ ગુણ. મુનિપક્ષે- સ્કાય ઇવનું પાલન. ૩ રાજાપક્ષે સાત અંગે. ( રાજ્યને આધારભૂત શ્રેણી પુરોહિત બધાનાદિક સપ્તાંગ ) મુનિપ (જીવ અજવાદિ ) સાત તા. ૪ રાજાપ-વિષય-સંયુક્ત-પોતપોતાના દેશ સહિત. મુનિપક્ષે વિષય સહિત શત્રુઓ. ૫ રાજા પક્ષે સજજનપણું અને મુનિપક્ષે સાધુપણું. ૬ રાજાપક્ષે અમૂલ્ય રત્નો અને મુનિપક્ષે જ્ઞાનાદિ રો. - છ જેમ કલ્પવૃક્ષ છાયા કરનાર છે, તેમ ધર્મ છાયા-કાંતિ અથવા શાંતિની શીતળતા આપનાર છે. ૮ કલ્પવૃક્ષ સુમનઃ શ્રેણી-પુષ્પોની પંકિતથી સુશોભિત છે. ધર્મ સુમનઃ શ્રેણી-વિદ્વાનો અથવા દેવતાઓની શ્રેણીથી સુશોભિત છે. ૮ જેમ વિશાળ શાલ-વૃક્ષ ચાર શાખાવાળો હોય છે. તેમ ધર્મ–દાન, શીળ, તપ અને ભાવ-એ ચાર ભેદવા હોય છે. ૧૦ જેમ વિશાળ શાલ-વૃક્ષ તેની છાયામાં રહેલા પ્રાણીઓના સંતાપને હરે છે તેમ ધર્મ, પ્રાણીઓના સંસાર સંબંધી સંતાપને હરનારો છે. ૧૧ ચઉ શાલદાન શીલ તપ અને ભાવ પૈકી ગમે તે એક શાલભેદ-પ્રકાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy