________________
મંત્રી સુબુદ્ધિની કથા.
૩૯ એક વખતે તે નગરની બાહેર ધર્મઘોષ નામના સૂરિ આવી ચડ્યા. વનપાળના મુખથી તે ખબર જાણી રાજા સુબુદ્ધિ ચતુરંગ સેના સહિત, છત્ર તથા ચામરથી સુશ- ભિત બની અને અંતઃપુરના પરિવારને સાથે લઈ તે ગુરૂને વંદન કરવાને ગ. પાંચ અભિગમ કરી અને ગુરૂને વિધિથી વંદના કરી રાજા યોગ્ય આસને બેઠે, એટલે ગુરૂ આ પ્રમાણે ધર્મ સંભળાવવા લાગ્યા–“આ જગત ઉપર જે ઇંદ્ર વગેરે રાજાઓ બનેલા છે તે બધા ધર્મથી જ બનેલા છે. જે ધર્મ કે ન હોય તે તેમને રાજ્યની પ્રાપ્તિ કયાંથી થાય? જેઓ આ જગતમાં તે ધર્મરૂપી મહારાજાની શુદ્ધ આજ્ઞા ઉઠાવે છે, તેઓને તે ધર્મરાજાને ભય કદિ પણ લાગતો નથી, અને જેઓ તે મહારાજાની આજ્ઞા માનતા નથી, તેમના રાજ્યને ક્ષય થઈ જાય છે અને સદા મૃત્યુના ભયને આપનારે વનવાસ કરે પડે છે. શુદ્ધ રાજામાં દેષારંભ હોય પણ તે તેને બે ઘડીવાર રૂચે છે, તેથી શુલપાક્ષિકતા કરવી જોઈએ, તે હે રાજા, તમે શુલપાક્ષિકતાને વધારે. તે ધમ યતિધર્મ અને શ્રાવકધર્મ એમ બે પ્રકારે કહે છે. તે બંને ધર્મો મેરૂ પર્વત અને સર્ષવના દાણા તુલ્ય ગણાય છે.” ' ધર્મઘોષસૂરિને આ ઉપદેશ સાંભળી સુબુદ્ધિ રાજાને ભાવ હર્ષથી યતિધર્મ ઉપર થઈ આવ્યું. પ્રઢ પુરૂની બુદ્ધિ પ્રાંટ વસ્તુને ગ્રહણ કરવામાં જ પ્રવર્તે છે. પછી તે રાજા સુબુદ્ધિએ પિતાના પવિત્ર પુત્રની ઉપર રાજ્યને મહાન ભાર આરે પણ કરી દ્રવ્યના દાન આપી તે ગુરૂ પાસે વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. તેણે રાજ્યને ત્યાગ કર્યો હતો, તો પણ તે ક્ષમાને ધારણ કરતે, “શુદ્ધ અંતઃપુર સાથે યુકત થતો, સદસિ પ્રીતિને વહન કરતે પિતાના હૃદયમાં તંત્ર, મિત્ર, નમસ્કારના મંત્રને સંભાર, દુરતની જેમ અંતરંગ-અરિનું ચિંતવન કરતે, ત્રણ
૧ રાજાપક્ષે-દષને આરંભ કરવામાં આવે તે પણ તે તેને બે ઘડીવાર રૂચે અને શુક્લપાક્ષિકતા એટલે શુભ-શુદ્ધ ક્રિયા રૂચિ તેને વધારે. રાજા-ચંદ્રપક્ષે-દોષારંભ–રાત્રિને આરંભ બે ઘડી રહે અને શુકલપક્ષ કરે. - ૨ યતિધર્મ મેરૂપવતના જે છે અને શ્રાવકધર્મ સર્ષવના દાણા જેવો છે. તે બનેમાં તેટલે તફાવત છે. ૩ રાજાપક્ષે ક્ષમા-પૃથ્વી મુનિપક્ષે ક્ષમાગુણ. ૪ રાજાપક્ષે શુદ્ધ અંતઃપુર અને મુનિપક્ષે શુદ્ધ હદયપ્રદેશ. ૫ રાજાપક્ષે સદસ પ્રીતિ-સુત-અસિ-સારા ખર્ક ઉપર પ્રીતિ અને મુનિપક્ષે સદસિ-પર્ષદામાં પ્રીતિ.
૬ રાજા પક્ષે તંત્ર-યુક્તિ, મિત્રોને નમસ્કાર અને મંત્ર-વિચારણું, મુનિપક્ષે તંત્ર (શાસ્ત્ર) યુક્તિ, મિત્ર–મંત્રી અને નમસ્કાર મંત્ર-નવકાર મંત્ર. ૭ રાજાપક્ષે-અંતરમાં પોતાના દેશના શત્રુઓનું ચિતવન. મુનિસે-અંતરંગ શત્રુ-અંતરના કામ ક્રોધાદિ શત્રુઓનું ચિંતવન. ૮ રાજાપક્ષે ત્રણ શક્તિ–પ્રભુતા, મંત્ર અને ઉત્સાહ. મુનિપક્ષે જ્ઞાન, દર્શન ચરિત્રરૂપ ત્રણ રત્ન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org