SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્રીવિમલનાથ ચરિત્ર ' પ્રમાણે છે. “અરે રાજા! જે તું ધર્મને માનતે હેય તે હૃદયમાં ધર્મને ધારી રાખ; નહીં તે આ યુદ્ધમાં તારા હાસ્ય રહિત મુખમાં લીધેલું તૃણ (તરણું) તારી રક્ષા કરનારૂં થશે.” મંત્રીનાં વચન સાંભળી ધમ રહિત એવે તે રાજા જાણે અધોગતિના માર્ગને સાક્ષાત્ જેતે હોય, તેમ અધોમુખ થઈ ઉભા રહ્યા. તે પછી સંપૂર્ણ પુષ્યવાળા મંત્રીએ ઉપેક્ષા કરે તે અધમ રાજા પિતાને પ્રિય એવા પાપને લઈને તે પાપથી ઉત્પન્ન થયેલ અલહમી (નિર્ધનતા) ને પ્રાપ્ત થયું. પછી રાજ્ય ધર્મથી ભ્રષ્ટ થયેલ અને આ સંસારમાં રક્ત થયેલ તે જડાશય દ્વિજ દાંતે તૃણ લઈ કર્મફલ મેળવવાને વેનમાં ચાલ્યો ગયો. રાજા ગયા પછી તે સુબુદ્ધિ મંત્રીને મોટા ઉત્સવ સાથે નગરમાં પ્રવેશ થશે. સેનાપતિએ તેને વિધિપૂર્વક પટ્ટાભિષેક કર્યો. તે સમયે અલહમીરૂપ પર્વના નિકળવાથી અને લક્ષ્મીના આવવાથી લોકમાં દીપોત્સવી પર્વના જે ઉત્સવ થઈ રહ્યો. એક વખતે શ્રીગુરૂના મુખથી દ્વાદશ વ્રત લઈ તે મંત્રી જૈનશાસનને પ્રભાવક પરમ શ્રાવક બની ગયે. ધર્મવડે સૌધર્મદેવલેકના કરતાં પણ વધારે સુખ આપનારા મહાન રાજ્યને પ્રાપ્ત કરી તે મંત્રીએ ધર્મના સામ્રાજ્યને એકછત્રવાળું કર્યું. સત્વની રક્ષાથી રમણીય અને ગુણોથી ભરપૂર એવા શ્રીજિનભગવાનના ઉજવળ પ્રાસાદે જાણે ધર્મરૂપી રાજાના મહેલ હોય તેવા રચાવ્યા. “વિશાળ દાનસહિત, ત્રિપદીયુક્ત અને દુષ્ટ વારણના શબ્દને આપનારી પીધશાળાઓ તે ધર્મરૂપી રાજાની હરિતશાળાના જેવી તેણે રચાવી. સંઘને સાથે લઈ, જિનમંદિર સહિત તથા સાધુઓની ભકિતપૂર્વક તે પાપથી બચવા માટે પ્રતિ વર્ષ યાત્રા કરતો હતો. જાણે પાપરૂપી રાજાના સાત અંગો હોય તેવા દુર્વ્યસનને તેણે નિવાર્યા, અને તેને ઠેકાણે તત્કાળ સાત ક્ષેત્રોને રથયા. અનીતિની જેમ મારીનો સર્વથા તેણે અટકાવ કર્યો, અને અમારીના પટની અને ન્યાયઘંટાની ઘોષણા કરાવી. આ પ્રમાણે તે સુબુદ્ધિ રાજા ધર્મપરાયણ થતાં રાજ્યના તમામ લેકે પણ ધર્મધુરંધર થઈ ગયા. તે સર્વ રીતે ઘટે છે. કહેવાય છે કે, “યથા રાગ તથા પન્ના.' ૧ અહિં એ અર્થ પણ થાય છે કે-જે ધર્મથી ભ્રષ્ટ થયેલ અને સંસારમાં રકત થયેલો કોઈ જડ-હદયવાળો મિયાત્રી પુરૂષ બ્રાહ્મણને હાથે તૃણ-દર્ભ લઈ કર્મક્રિયાનું ફલ મેળવવાને વાનપ્રસ્થ થઈ વનમાં જાય છે. ૨ દીવાલી પર્વમાં લેકે અલમીને કાઢે છે અને લક્ષ્મીને બોલાવે છે. ૩ સત્વની રક્ષા એટલે જિનપક્ષે પ્રાણિરક્ષા અને રાજા પક્ષે બલરક્ષા. ૪ પધશાળા દાન સહિત, અને દુષ્ટવારશુના એટલે દુષ્ટજનને નિવારવાના ધર્મશિક્ષણ, દાન તથા પોષધના–એ ત્રણ રથાનયુક્ત શબ્દોને આપનારી હોય છે અને ગજશાળા, દાન-મદ સહિત, ત્રિપદી-ગાબંધનથી યુક્ત અને દુષ્ટ એવા વારણ-હાથીઓને વશ કરવાના શબ્દને આપનારી હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy