________________
મંત્રી સુબુદ્ધિની કથા
૩e ઘેર આવ્યા. ત્યાંથી પિલા દંડ અને કામકુંભને નીતિના બળયુક્ત એવા પિતાના લશ્કરમાં તે લઈ આવ્યો. પછી પ્રભા યુકત એવા પ્રભાતકાલે તેણે સેનાપતિને પૂછયું કે, “હવે મારે આ રાજાને ભેદ કરવો કે દંડ કરે? તે કહો.“સેનાપતિ બે, “હે વિભુ! અન્યાચથી વર્તનારા આ રાજાને તે હમણા દંડ કરે ઘટિત છે, અથવા મર્મને ભેદનાર ભેદ કરો પણ ઘટિત છે.” સેનાપતિના વચન સાંભળી તે ગુણી મંત્રીએ લોક વૃત્તાંતને જાણનારા એક દૂતને વિશેષ શિક્ષા સમજાવી સત્વર રાજાની પાસે મોકલ્યા. દ્વારપાળે ખબર આપ્યા એટલે રાજાએ તે દૂતને પિતાની પાસે બોલાવ્યો. તે રાજાને પ્રણામ કરી પ્રથમ પિતાના સ્વામીના ઘણા ગુણે કહી સંભળાવ્યા. પછી તે પ્રજાપતિના બંને પ્રકારે બિલના ભેદ જણાવ્યા. તે સાંભળી રાજા ઘણો ગુસ્સે થયે અને કેધથી યુદ્ધ કરવા તત્પર થઈને છે. “અરે ! જે સુબુદ્ધિ પૂર્વે મારો એક નોકર હતો તે સુખ સહિત, કર્મ કરી કાંઈક દ્રવ્ય મેળવી અને તે દ્રવ્યના બલથી કેટલું એક સૈન્ય મેળવી અહિં આવ્યો છે, તે અત્યારે મારી પાસે દંડ માગે છે. જે નિર્ધન માણસ હોય તે ધન મેળવી જગતને તણવત્ માને છે, પણ તેને ખબર નથી કે જેમ જિહવા દાંતે ચાવેલી વસ્તુને સુખે ગ્રહણ કરે છે, તેમ હું પોતાની મેળે આવેલું તેનું સર્વસ્વ સુખેથી ગ્રહણ કરી લઈશ.” રાજાના આ વચન દતે આવી મંત્રીને કહ્યાં, ત્યારે જગતમાં એકજ સુભટ એવો સેનાપતિ આ પ્રમાણે શષ્ટ વચન છે. “આ જગતમાં સર્વત્ર ધર્મથી જય થાય છે. તે ધર્મને રાજા માનતો નથી, તો એ રાજાને પરાજય થવાનેજ આ બાબતમાં સૂર્ય સાક્ષી છે. બીજે પણ કેઇ દ્વેષી મનુષ્ય હોય, તેને રાજાએ પિતાના બળથી તત્કાળ છેદી નાખવું જોઈએ, તો આરાજા પિતે ધર્મને શ્રેષી છે અને તેથી કરીને આખા વિશ્વને શત્રુ અને અન્યાયી છે. તેને શા માટે છેદ નહીં? આચાર શબ્દમાં ના અક્ષરના શિરનું છેદન કરી તેમાં એક પાંખડી વધારતાં તે રણશુરા સુભટોને લેખમાં બતાવેલ આચાર તે આધારરૂપ થઇ પડે છે. આ પ્રમાણે સેનાપતિનું ન્યાય યુકત વચન સાંભળી તે ન્યાયી અને શ્રેષ્ઠ એવે મંત્રી વિશ્વની રક્ષા કરવાની ખાતર યુદ્ધને માટે તૈયાર થઈ ગયે. હવે શુદ્ધિ વગરને અને કુબુદ્ધિવાળે તે રાજા પિતાનું સન્મ તૈયાર કરી અપશકુનેએ વાર્યા છતાં પણ પોતાના નગરની બાહેર નીકળે. આ વખતે હૃદયમાં બંને પ્રકારે સદય એવા સુબુદ્ધિ મંત્રીએ આ પ્રમાણે વિચાર કર્યો. આ યુદ્ધમાં બીજા ઘણા પુણ્યવાળા અને સારા માણસો મરશે, તેથી મને મહા પાપ લાગશે. તે તે સર્વેને નકામા શા માટે મારવા? મારા પાપી અને દુષ્ટબુદ્ધિવાળા આ યુદ્ધમાં ઉદ્યત થયેલા રાજાને રવબુદ્ધિથી સમજાવું.” આવું વિચારી પ્રભાતકાળે દીનતા વગર ચડી આવેલા સન્યમાં જમણા હાથમાં પેલે દંડ લઈ તે રાજા પાસે આવી આ
૧ બલ એટલે સામર્થ્ય અને સૈન્ય તે બંને પ્રકારે. ર સદય એટલે દયા સહિત અને સત-અય શુભ પરિણમવાલો-સર્ભાગી તે બંને પ્રકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org