SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર શ્રીવિમલનાથ ચરિત્ર. જ. નાના મા જ રહે છે પરદેશી સુંદર સ્ત્રી ” તે મેલ્યા, કહે. પહેાંચ્યુ'. એટલે તે દાણુ લેનારે આવી તે વહાણવટી શેઠને તેને વૃત્તાંત પૂછયે, એટલે તે તેના ચરણમાં નમીને એક્લ્યા કે, “પેલા મંત્રીને સમુદ્રમાં ફેંકી દીધો છે.” આ ખબર સાંભળી તે હર્ષ પામ્યા અને તેજ સમયે તે બલાત્કાર કરવાને મંત્રીની સ્ત્રી પાસે આવ્યેા. તે સ્ત્રી ઘરના કમાડ વાસી અંદર બેસી રહી હતી. તે પાપીએ વારવાર પ્રાથના કરી, તેા પણ તેણીએ ઘરનું દ્વાર ઉઘાડયુ નહીં અને અતિ ચિંતાતુર થઇ કેાઇને ઉત્તર પણ આપ્યા નહીં. આ વખતે પવિત્ર બુદ્ધિવાળા મંત્રી ત્યાં આવ્યા, તેવામાં દ્વાર બ ંધ જોઇ તે ખેઢાતુર થઈ ગયા અને હૃદયમાં વિચાર કરવા લાગ્યા, “ અરે ! મારી પ્રિયાનું કાંઈ અમંગળ તે નહીં થયું હોય ? અથવા તેણી પેાતાના પિતાને ઘેર ગઇ હશે ? કહેવાય કે નિરાધાર અબલા વિનાશ પામે છે. ’ આ પ્રમાણે ચિતા જેવી ચિંતા કરતાં મંત્રીને ઘણા પરિતાપ થયા. પછી તેણે ત્યાં રહેલા કોઇ પુરૂષને પૂછ્યું કે, “હું ચતુનર, પહેલા અહિં એક રહેતી હતી, તે હમણાં દેખાતી કેમ નથી ? તે મને સત્વર સમુદ્રમાં સાથવાની મુષ્ટિની જેમ આ મોટા શહેરમાં તેવી સ્ત્રીનુ” ગમન-આગમન કાના જાણવામાં આવે ? ” તે પુરૂષના આવા વચન સાંભળી તે મંત્રી ખેઢ પામી જેવામાં બહેર આવ્યા. તેવામાં કેટલીક વસ્યાએ આવી તે રાજપુતાને છેતરીને પેાતાને ઘેર લઇ ગઇ. તપાસ કરતાં તે રથાને પેાતાની સ્ત્રી જોવામાં આવી નહીં, તેવામાં ત્યાં રહેલા કોઈ પુરૂષ પાસેથી તેને તે વેશ્યા સંબંધી ખબર મળ્યા. એટલે તે હૃદયમાં અતિ સંભ્રાંત થઇ ગયા. માંસ અને મત્સ્ય અનેથી ભ્રષ્ટ થયેલા શીયાળની જેમ તે ઉભયભ્રષ્ટ થઇ ગયા અને હુવે શું કરવુ` ' એવા વિચારમાં મૂઢ ની ક્ષણવાર ત્યાં બેસી રહ્યા. પાછળથી સત્બુદ્ધિવાળા અને વિચારવાળા મંત્રીએ ધીરજ પકડી તે સ્ત્રીના શીનુ રક્ષણ કરવા હૃદયમાં ચિરકાલ ચિંતવન કરી નિશ્ચચ કર્યા કે, “ હવે હું કુસંગમાં પડેલી તે સ્ત્રીની પ્રથમ યત્નથી સભાળ કરૂં. કારણકે, પ્રાણીને ગુણ અને અવગુણ સંસગ થીજ થાય છે.” આ પ્રમાણે ચિંતવી તે ઉત્તમ મંત્રી વેશ્યાએના પાડામાં ગયા. ત્યાં કાઇએક વેશ્યાના ઘરમાં ઘણી વેશ્યાએ જોવામાં આવી. એવામાં કોઇ એક વારાંગના ત્યાં જતી હતી, તેને તે બુદ્ધિમાન મંત્રીએ પદયું કે, “ અત્યારે આ વેશ્યાના ઘરમાં સ` વેશ્યાએ કેમ જાય છે? તેણીના ઘરમાં તે હર્ષી અને શાકનું કાંઇપણ ચિન્હ પ્રત્યક્ષ દેખાતું નથી, જો તમે તેનું કાંઇ પણ કારણ જાણતા હેા તા મને કહેા, જેથી મારા કાન તૃપ્ત થશે. ” તે વૃત્તાંતને સારી રીતે જાણતી તે વેશ્યા મંત્રી પ્રત્યે ખેાલી, “ ભાઇ, આ વેશ્યાના ઘરમાં કોઇ એક વિવેકી સ્રી મેમાન થઇને આવેલી છે, તે અંદરના એરડાનુ દ્વાર તરત બંધ કરીને બેસી ગઈ છે. કાંઇ પણ પછતાં તેણી ઉત્તર આપતી નથી અને માન વ્રત ધરીને રહી છે. તેણીને જોવાને અને પૂછવાને આ સવ વેશ્યાએ જાય છે, તે : * ઃઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy