________________
રક
શ્રાવિમળનાથ ચરિત્ર. પ્રતિષ્ઠા થઈ નહોય, તે તે સુમનસથી પુજા નથી. જે માણસ પિતાનું પાણી છોડે, તેને કેાઈ સગો કે મિત્ર હોતો નથી. કમળને તે (પાણી)નો ત્યાગ કરવાથી મિત્ર પણ અમિત્ર થઈ પડે છે. અમૃતના સાગરનું અત્યંત મથન કરવાથી ઘણું ઉગ્ર એવું કાલેફુટઝેર ઉત્પન્ન થયું હતું. જેનું પાન કરીને મહેશ-મહાદેવ નીલકંઠપણાને પ્રાપ્ત થયો. તેથી હે રાજા, તમે મંત્રી સુબુદ્ધિને જે વિદેશ જવાની આજ્ઞા આપવા ઇચ્છે છે, તે સારૂં થતું નથી. દુર્લભ એવા તે મનુષ્ય રત્નને તો અહિં જ રાખવા યત્ન કરે. દૈત્યરૂપી શત્રુઓએ મથન કરીને રત્નોનો સમૂહ લઈ લીધો, તે પછી રત્નાકર આ પૃથ્વી ઉપર ચંદ્રના જેવું દુર્લભ રત્ન મેળવી શકી નથી. ચંદ્ર ધનાશયને મેળવી સદાને માટે નક્ષત્રોને સ્વામી થયો છે, તે પણ તે સમુદ્ર આકાશમાં રહેલા તે ચંદ્રરત્નને પુનઃ લેવાને માટે પોતાની તરંગ રૂપી ભુજાઓ પ્રસાર્યા કરે છે તથાપિ તે સમુદ્રની પાસે આવતા નથી. જે કદિ તે આવે, તો તેજ ચંદ્રકલાઓના સમૂહથી સંપૂર્ણ એ રાજા બને. આ દષ્ટાંત ઉપરથી દીર્ઘ વિચાર કરી તમારે તે બુદ્ધિના ભંડારરૂપ મંત્રીને રાજયમાં રાખવા જોઈએ. પાછળથી તમે કહેશો કે મને કેઈએ કહ્યું નહિ ” આમ કહેતાં પણ રાજાએ જયારે શ્વાનના પુચ્છની જેમ પિતાની વકતા છોડે નહીં ત્યારે તે પુરોહિત મૌન ધરી રહ્યા, તે પછી મંત્રી સુબુદ્ધિ કામકુંભ વગેરે પદાર્થો છપાવી અને બીજું સર્વસ્વ રાજાને આપી દઈ રિથરતાથી પ્રકાશમાન થતો પિતાની પત્ની સાથે ચાલી નીકલ્યો. આવું બનવાથી નગરના સર્વ લોકોએ વિચાર કરીને રાજાનું પણ છતાં પણ ગુણ વગરનું કુબુદ્ધિ એવું નામ પાડયું.
સ્વભાવથી ગંભીર એ તે મંત્રી સુબુદ્ધિ અનુક્રમે પગે ચાલતા ચાલત ગંભીર નામના કોઇ નગરમાં આવી પહોંચે. તે નગરમાં કઈ દાણ લેનાર પુરુષની સાથે તેને મેલાપ થયે, તેણે તેનું સન્માન કર્યું. પછી મંત્રી તેણે રહેવા આપેલા એક ઘરમાં પિતાની પ્રિયા સાથે રશે.
- હવે પવિત્ર અને સતીજનમાં શ્રેષ્ઠ એવી મંત્રીની સ્ત્રી તે દાણલેનારને ઘેર હંમેશાં છાસ તથા અથાણું લેવાને આવતી હતી. એક વખતે તે દાણ લેનારે તેણીની તરફ કુદષ્ટિ કરી એટલે તત્કાલ તે ભૂમિ ઉપર પી ગયે. કારણકે સતી સ્ત્રીનું ચિરિત્ર અદભૂત હેય છે. તે દિવસથી પિલો માણસ અંધ બની ગયે, તેવું બને તેમાં કાંઈ આશ્ચર્યજ નથી. અને તેણીના નેત્રનું તેવું ચાતુર્ય હોય, તેમાં પણ કાંઈ આશ્ચર્ય નથી. મંત્રીની સ્ત્રી તે તત્વ સમજી ગઈ એટલે તે પછી તેણી
૧ મિત્ર-સૂર્ય, અમિત્ર-શત્રુ. ૨ રત્નાકર-રત્નોની ખાણુરૂપ સમુદ્ર. ૩ ઘનાથય–ઘન-મેટઆશ્રય અથવા ઘન-મેઘનો આશ્રય રૂપ આકાશ. ૪ રાજાપક્ષે કલાઓનો જાણનાર રાજા એટલે ચં. ૫ શૈણ એટલે ગુણ નિષ્પન્ન અને ગાણ એટલે હલકું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org