________________
સુબુદ્ધિની કથા. -
૨૧ અહિં મંત્રી સુબુદ્ધિએ રાત્રે કામકુંભના પ્રભાવથી એક મહેલ ઉભો કર્યો. તે , મહેલની ઉપર સેનેરી કળશે રહેલા હતા. તેને એકવીશ માળ હતા. દ્વારપરની કરણી અને આટલાથી તે મહેલ અત્યંત શેભત હતું, તેમાં ચારેબાજુ ગોખ આવી રહ્યા હતા. ઉપર રચેલી અગાશીથી તે મહેલ માનનીય થઈ પડ્યો હતો. તેમાં વિચિત્ર ચિત્રો કરવામાં આવ્યાં હતાં, તેની અંદર જુદી જુદી ક્રિયાઓ કરવાના સ્થાને ગોઠવ્યાં હતાં અને તે વિશાળ, વિચિત્ર તથા રત્નોથી સંપૂર્ણ હતે. આવા તે હેલની અંદર તે નિષ્કપટી મંત્રી સ્વસ્થ-શાન્તચિત્તે રહેવા લાગ્યો. આવા તે મહાન હેલના તેજથી સર્વ નગરમાં ઉોત થઈ રહ્યો, તેથી રાજા અને લોકોના હૃદયમાં મેરૂપર્વતની અથવા ઇંદ્રજાળની શંકા થઈ આવી. રાજા તે જે વિચાર કરવા લાગ્યો કે, “પૃથ્વીમાં મેરૂ પર્વત તો નિશ્ચલ છે, તે શું આ ઇંદ્રજાળ હશે.? જે ઇંદ્રજાળ હોય, તો તે થોડા વખત સુધી ટકી શકે અને આતો લાંબો કાળ ટકેલ છે. તો આ શું હશે ? તે કાંઈ સારી રીતે જાણવામાં આવતું નથી. અથવા તો કોઈ અદ્ભુત દેવતાની રચના હશે.” આ પ્રમાણે રાજા ચિંતવન કરતો હતો, તેવામાં સૂર્યોદય થતાંજ મંત્રી સુબુદ્ધિ રત્નના સમૂહનો એક થાળ ભરી રાજમહેલના દ્વાર આગળ આવ્યા. પ્રતિહારે રાજાને તેના ખબર આપ્યા, એટલે રાજાએ આશ્ચર્ય પામીને તેને પ્રવેશ કરાવવાની આજ્ઞા આપી. મંત્રીએ રાજસભામાં આવી રાજાના ચરણકમળમાં નમન કરી, તેની આગળ તે રત્નના સમહથી ભરેલો ચળકતો થાળ મૂ. રાજાએ “આ શું છે? એમ કહ્યું, એટલે મંત્રીએ જવાબ આપે કે, “ રાજેદ્ર ! સિદ્ધિને આપનારું આ પુણ્યનું ફળ જાણું .” રાજાએ પુનઃ પૂછયું, એટલે તેણે પિતાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી રાજા હૃદયમાં ચમત્કાર પામી ગયે. પછી જેના હૃદયને લેભે દબાવ્યું છે, એવા રાજાએ મંત્રીને કહ્યું કે, “ગૃહસ્થના ઘરમાં આભૂષણરૂપ એ આ કામઘટ મને આપ ” મંત્રી બોલ્યો, “રાજન, કલ્પવૃક્ષ વિગેરે પદાર્થો પાપીજનની દૃષ્ટિએ પણ આવતા નથી, તે પછી તેમના ઘરમાં શી રીતે રહે?” રાજાએ કહ્યું, “ મંત્રી! તમે તમારી બુદ્ધિથી કપેલ વિચાર શામાટે દર્શાવે છે ? તમે મને આ કામકુંભ સત્વર આપ એટલે પછી આગળ ઉપર સર્વે સારાવાના થશે.” રાજાને આ દુર્ધર દુરાગ્રહ જાણુ મંત્રીએ તેને પિતાને ઘેર આમંત્રણ કર્યું. પછી સત્વરે ઘેર બેલાવી અને જમાડી રાજાને તે કામકુંભ અર્પણ કર્યો. રાજા તે કામકુંભને મોટા ઉત્સવથી પોતાના ઘરમાં લા
બે અને ઉગ્ર સુભટોને રાખી તેની આદરથી રક્ષા કરવા લાગ્યો.પ્રભાતકાલ થતાંજ મંત્રી શત્રુઓને નાશ કરનારા પિલા દંડવડે તે કામકુંભને આદરથી પાછો પિતાના ઘરમાં લાવ્યું. આ વખતે રાજાએ પોતાના હૃદયમાં વિચાર્યું કે, “મંત્રીનું તે પવિત્ર વચન સત્ય થયું અને મારા સુભટોને નકામે ક્ષય છે. હવે જે સુભટો ઘાયલ થયેલા છે, તેઓ જે કદિ જીવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org