________________
શ્રી વિમલનાથ ચરિત્ર બે પ્રકારે સવિતા-સૂર્યરૂપ છે, તે તમે મને તમારા ગાભરથી વિદેહક્ષેત્ર બતાવો. કેટલાએક તમને ઈન-સ્વામી કહે છે, તે ભલે કહે પણ તમે બે પ્રકારે જયશીલ છે. તો આ મારી સ્તુતિથી તમે મારા મેહને હરી. “હે પછી, તમે ત્રિકાલજ્ઞાની છે, છતાં આ ભાવ એવી પ્રજાને કેમ જાણતા નથી ? કેમકે હું તે ઉભો જ થઈ રહ્યો છું અને તમે પોતે હંસગતિએ વિચારી રહ્યા છે. આ વિશ્વની અંદર વિબુધ સુમનવડે તમારી પૂજા કરે છે, તેમાં તમે એકને સિદ્ધિ આપે છે અને બીજાઓને પરલોકમાં સમૃદ્ધિ આપે છે. તે શું? હું તમારી ઉપર જે રાગ રાખું છું, તે જે તમને પસંદ નહોય તો મને તમે સમતા આપે કે જેથી હું તમારી તુયતા ધાણ કરું. સમસ્તબુદ્ધિના સ્થાનરૂપ આ સાધારણ જિનસ્તવન જે ભણે છે, તેને શ્રીજિનપદના કારણરૂપ એટલે તીર્થંકર નામકર્મની પદવી પ્રાપ્ત થવી અતિ દૂર નથી. આ પ્રમાણે શ્રી સુબુદ્ધિમંત્રીએ કહેલું શ્રીજિનભગવાનનું પ્રશસ્ત સ્તવન સાંભળી ત્યાં રહેલ અધિષ્ઠાયક દેવ હર્ષ પામી ગયો અને તેણે તે સ્તુતિકર્તાનું કષ્ટ છેદવા માટે પિતાના મનમાં આ પ્રમાણે ચિંતવ્યું—“આ કોણ પુરૂષ સર્વજ્ઞ ભગવાનની સ્તુતિ કરે છે ? ” આવું ચિંતવીને તે સર્વજ્ઞની સ્તુતિને વિષય જાણવાને માટે તેણે અવધિજ્ઞાનને ઉપગ આપે. આથી તે બે પ્રકારે વિબુધના જાણવામાં આવ્યું કે, આ સ્તુતિ કરનાર બે પ્રકારે સુબુદ્ધિ છે અને તે ધર્મવિધિમાં ધીર અને શ્રીવીરના કમને સેવન કરનાર છે. આવું જાણું વિચાર કરવામાં ચતુર એવા તે દેવતાએ શ્રીજિનશાસનની ઉન્નતિને અર્થે તે મંત્રીને હર્ષથી એક નિર્મલ કામકુંભ આપે. મંત્રીએ તે કામકુંભ લઈને વિચાર કર્યો કે “આ વિશ્વની અંદર પાપીજનેને દુર્લભ એવે આ કામકુભ હું મારા રાજા
૧ જે પ્રમેષ્ઠી-બ્રહ્મા હોય તે ભવિષ્યની પ્રજાને જાણી શકે અને હંસના વાહનથી વિચારી શકે. જિનપણે ભવિષ્યના જન્મને જાણી શકે છે અને હંસ-અલ્માવડે તે વિચરે છે.
૨ વિબુધે --દેવતાઓ સુમન-પુષ્પોથી પૂજા કરે છે અને વિબુધ-વિદ્વાને સુમન-સારા મનથી ધ્યાન કરે છે. અર્થાત વિબુધ-જ્ઞાતતત્ત્વ સુવિવેકીજનો તેમજ દેવતાઓ સુમન-પ્રસન્ન મન તથા મુખ્ય પૃપાદક ઉત્તમ કાવડે પ્રભુપૂજા કરનારા દેવ માનવાદિક પ્રબળ પુન્યવેગે ભવાતરમાં ભારે સમૃદ્ધિ મેળવી શકે છે–દેવ મધ્યગતિ સંબંધી વિશાળ ભાગ સામગ્રીને જેગ પામી શકે છે, પરંતુ સમ્યગદર્શન જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયીને પ્રસન્નચિત્તથી આરાધી જે ભવ્યજને ભાવપૂજા ઉપરાંત પ્રતિપત્તિ પૂજાના લાભને પામે છે તે મહાનુભાવો અતિ સિદ્ધબુદ્ધ થઈ મુક્ત થાય છે સકળ કર્મનો અંત કરી સિદ્ધિવધૂને વરે છે. તે બે પ્રકારે વિબુધ એટલે વિદ્વાન અને દેવ. ૪ બે પ્રકારે સુબુદ્ધિ એટલે સારી બુદ્ધિવાળે અને નામથી પણ સુબુદ્ધિ. પ શ્રી વીરભગવાનના મ–ચરણને સેવનાર અને પક્ષે શ્રીવીપુલની ગતિને ધારણ કરનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org