SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ અવાંતર સુબુદ્ધિની કથા. નાહિત કરનારા થાઓ. અને તમે શંકર છતાં અનંગને અંગયુક્ત કરે છે, તે અદભુત વાર્તા છે. હે જિન ! તમે જે વિષ્ણુ અથવા જગનાથ હો તો તે ભલે હો,પરંતુ તે છતાં તમે જનાર્દન અને જલશાયી નથી, તે આશ્ચર્યની વાત છે. હે પ્રભુ, તમે જે સ્વયંભૂબ્રહ્યા છે તે સર્વસુર-દેવતાઓમાં જયેષ્ટ થાઓ. હે શંભે ! તમે જે મારા ભવને અંત-નાશ કરતા નથી, તે તમને શોભતું નથી. હે જિનેશ ! તમે શૂન્યને છોડનારા છે, છતાં ચીવરવસ્ત્રને છેડી ઈ નાંખેલા અને શુન્યપણને આશ્રિત એવા અંબરનું ધ્યાન કેમ કરો છો ? હે વિભુ, જે ઉપાધિ (તીર્થકરપણાને પુન્ય પ્રકૃતિ ) થી તમે પ્રાપ્ત થયા છે, તે ઉપાધિને દૂર કરે નહિ. જો તમે હસવ કરે તો (સમસ્ત ઘાતિઅઘાતિ કમ) ઉપાધિને છેદી નાંખે કે જેથી હું છઘ ન રહું. હે ઈશ! તમારા સંતાનમાં પૂર્વ એવા અકર્મી પુરૂએ તમારી પાસેથી સર્વસ્વ મોક્ષપદ મેળવેલું છે તે હું પસકમ છતો કેવળલક્ષ્મીને કેમ ન મળવું? હું અજ્ઞાની તમારી સંસ્તવ-પરિચય અને સ્તવસ્તુતિ કરતાં જાણતો નથી, અને તમે તે સર્વજ્ઞ પણ છે અને દાતાર પણ છે, તેમ છતાં મને જે પ્રિય છે તે કેમ આપતા નથી ? હે પ્રભુ! તમે અંતરના છ શત્રુઓને હણે છે તે આ બહેરના શત્રુઓની કેમ ઉપેક્ષા કરે છે ? અથવા તેનું કારણ મારા જાણવામાં એવું આવ્યું છે કે તમે મારેલા અંતરના છ શત્રુઓના તેઓ કિંકરે છે. કિંકરરૂપ રાંકડા જાણી આપ સમર્થ તેમને હણતા નથી અને ઉપેક્ષા કરે છે. જે તમારા અચિંત્ય સ્વરૂપને જાણનારા છે, તેઓ તમને ભલે વીતરાગ કહે, પણ આ વિશ્વને રંજન કરવાના કારણને લઈને હું તે તમને સરાગ-રાગવાળા કહું છું. તમે એ પૂર્વે ‘યેગોને નિરોધ કરીને શું યેગનો અંગીકાર કર્યો છે? જેથી રાય (ધન ને કલ્યાણ સહિત (વાર્ષિક દાનમાં સફળ) કરીને કલ્યાણ (મોક્ષ)ને કેમ ભજે છે ? હે જગત્રભુ !તમે પુણ્યવાન પ્રાણીઓને પુણ્ય આપનારા છે અને પાપી પ્રાણીઓના પાપને હરનારા છે, તે હું તમારી પ્રજારૂપ છે. તેની તરફ તમે મધ્યસ્થભાવે કેમ રહે છે ? તમે ‘વર સંવરના દાનથી ૧ શંભુ-એટલે સુખ કરનારા. જે સુખ કરનાર હોય તે આ દુ:ખરૂપ સંસારનો નાશ કરે ત્યારે સુખ કરનાર કહેવાય છે. ર જે ચીવર (ઉત્તમ વસ્ત્ર-અલંકારાદિક) નો ત્યાગ કરે તે પ્રભુ, ઇન્દ્ર ખભા ઉપર સ્થાપિત કરેલવસ્ત્રનું કેમ ચિનવન-ધ્યાન કરે ! તે દેખીતા વિરોધને પરિવાર (સમાધાન) આ રીતે થઈ શકે છે કે પ્રભુશ –દોષ રહિત (જાગ્રતપણે) શુન્યતા આશ્રિત એવા અંબર-આકાશનું નિરાલંબન) ધ્યાન-ચિન્તવન કરે છે. ૩ હસ્વ એટલે ટૂંકી. તમે આ સંસારની ઉપાધિ છેદી નાંખો તે હું છદ્મસ્થ–સંસારી ન રહું. અર્થાત નિરૂપાધિ સ્વરૂપવાળ બની જાઉં. જે અકર્મ-કર્મ રહિત. ૫ મકમ-કર્મ સહિત. ૬ રંજન કરવું, તે રાગને ધર્મ છે.તે તમે સર્વ વિશ્વને તમારા પ્રભાવથી રંજન–રાજી કરે છે, તે તમે વીતરાગ-રાગરહિત કેમ કહેવાઓ ? છે મન, વચન અને કાયને યોગ. ૮ મસ્થભાવે-તટસ્થપણે સવિતા-સૂર્યાવર-શ્રેષ્ઠ એવા સંવર–પ્રકાશનું દાન કરી અથવા એક વરદાન આપી પોતાના ગોબર-કિરણોના સમૂહથી ક્ષેત્રને બતાવે છે. પ્રભુ વર-એક સંવરના દાને કરી પિતાના ગે ભર–વાણીને સમૂહથી વિદે–દેહરહિત એવા ક્ષેત્ર–પરમપદને દર્શાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy