________________
શ્રીવિમળનાથ ચરિત્ર, છે, છતાં તું ધર્મે આપેલી કહે છે, તે તું હવે તે મારી સંપત્તિ મને આપીને અહિંથી સત્વર બીજે સ્થળે ચાલ્યો જા. મારા દેશમાં તારે ન રહેવું, કંઈ કરીયાણું નજ ખરીદવું, કેઈની પણ પાસે યાચના ન કરવી, ફકત ધર્મથીજ લક્ષ્મી પેદા કરવી. 'હે ઊત્તમ પુરૂષ, જે તે સંપત્તિ પાપથી પ્રાપ્ત થયેલી છે, એમ કબુલ કર્ય, તો તું સુખે રહે, એટલું જ નહીં પણ હું તને હમણાં જ ઉલટ બમણી સંપત્તિ અને મારું અધ રાજ્ય આપું.” રાજાના આવાં વચન સાંભળી મંત્રી બોલ્યા, “રાજનું, ધનના લાભની ખાતર હું અન્ય સંબંધે અસત્ય બોલું નહીં તો પછી આ મોટા ધર્મની બાબતમાં અસત્ય કેમ બોલું? દેડવડે કરેલા બ્રહ્મહત્યાદિ પાપની શુદ્ધિ તીર્થે જવાથી અને તપસ્યાથી થઈ શકે છે, પરંતુ જે કુધર્મ, અધર્મ અને દુષ્કર્મોને પ્રતિપાદન કરવાથી થયેલા ૧ વાચિક પાપ છે, તેની શુદ્ધિ તે કઈરીતે થતી નથી. છદ્મસ્થ તીર્થકરે પૃથ્વી ઉપર ર કાયિકક્રિયા કરે છે, પણ તેઓ નિયમિત મૌન ધરીને રહે છે. તેથી જે કાયિકોષ છે, તે ૩ શામક છે અને જે વાચિક દેશ છે, તે પ્રાયે કરીને શામક નથી. લોકોમાં પણ કઈ વચન કહેવાયું હોય તે પાછળથી સાલ્યા કરે છે અને વ્યાપક થઈ રહે છે. તો હે રાજા, તમે મારું સર્વસ્વ લઈ લ્યો. પાપથી મેળવેલું તે દ્રવ્ય શા કામનું છે? હું પરદેશમાં જઇને ધર્મમાગે વતાં દ્રવ્ય ઉપાર્જન કરીશ.” આ પ્રમાણે કડી મંત્રી સુબુદ્ધિ પોતાના ઘરનું સર્વસ્વ રાજાને આપી, જિનભગવાનને નમી અને પોતાના કુટુંબને સારી શીખામણ આપીને ઘરમાંથી ચાલી નીકળ્યું. તે ધર્મના પ્રસાદથી રસ્તામાં સુધા, તૃષાના કલેશને નહીં જાણતો અને પરમેષ્ટિ મહામંત્રનું સ્મરણ કરતો ચાલવા લાગ્યા. સજાની આજ્ઞાથી તે પોતાના રાજાના દેશને છેડી બીજા દેશમાં ગયા અને ત્યાં પ્રસન્નતાને ઉત્પન્ન કરે તે કેએક જિન પ્રાસાદ, તેને પ્રાપ્ત થયો તે પ્રાસાદમાં વિધિથી નધિકી વગેરે દશ ઉત્તમ ત્રિકે સાચવીને તે આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યું. સુર, અસુર અને મનુષ્યનાસ્વામીવડે પૂજેલા, ગુણેથી યુક્ત, દેષ રહિત અને સર્વેના હિતકારી એવા અહત પ્રભુને હું સ્તવું છું. એ અધીશ ! જે તમે “શંકર હે તે ભવાની
૧ વચન સંબંધી. ૨ શરીર સંબંધી ૩ શમી-શાંત થાય તેવું. જ શત્રિકોને સવિસ્તર આધકાર દેવવંદન ભાષાદિકથી જાણી શકાશે (જુઓ ભાષ્યત્રય)
૫ શંકર ભવાની=પાર્વતીના હિત કરનાર છે અને શ્રીજિન પ્રભુ ભવ-સંસારના અનીહિત --અનિચ્છિત કરનારા છે. શંકર અંગયુક્ત એવા કામદેવને અનંગ-અંગવગરને કરનાર છે અને શ્રીજિનભગવાન અનંગ-અશરીરી એવા સિદ્ધસ્વરૂપને વચનદ્વારા બતાવે છે.અથવા અનંગ-સૂત્રોગ રહિત એવા પુરૂષને સુરગવાલા કરે છે. વિષ્ણુ જગતના નાથ કહેવાય છે, પણ તે જનાર્દન–લોકોને પીનારા
જલશાયી-જલમાં સનારા છે, અને શ્રી જિન ભગવાન તે લોકોને પીડનારા નથી અને જલમાં સૂનારા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org