________________
૧૩
શ્રી બ્રહ્મગુમસુરિનો ઉપદેશ પૃથ્વીકાયાદિકમાં અસંખ્યાલી ઉત્સપિણી અને અવસર્પિણી કાળ સુધી રહે છે. વિક. લેન્દ્રિમાં સંખ્યાના વર્ષો સુધી અને પંચેન્દ્રિમાં સાત આઠ ભ સુધી રહે છે. એ રીતે સર્વે પ્રાણીઓની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ જાણવી. ત્યારપછી તે તે કાયવતી જેનું અન્યકાયમાં પરાવર્તન થાય છે. વ્યવહારરાશિમાં આવેલા છે. આ સ્થિતિ કહી છે. અવ્યવહારરાશિ જાની તે નિગદમાંજ સર્વદા સ્થિતિ જાણી લેવી. પૃથ્વી પ્રમુખ પાંચે સુક્ષ્મ જીવો સમસ્ત જગતમાં વર્તે છે. પરંતુ સુક્ષ્મ વનસ્પતિના છ સૂમ નિગોદ સંજ્ઞા અંકિત જાણવા. બાદર (સ્થલ) પૃવ્યાદિક જે ત્રણે ભુવનમાં યથાસ્થાને હેય છે. બાદર નિગદ સંજ્ઞા તે ફકત સાધારણ વનસ્પતિ કાયને જ જાણવી, એક શ્વાસે શ્વાસ જેટલા કાલમાં ૧૭ કરતાં અધિક ભવ નિગદના થવા પામે. બાકી પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટ આયુષ્પ ૨૨ હજાર વર્ષનું, અપકાયનું સાત હજાર વર્ષનું અને વનસ્પતિનું દશ હજાર વર્ષનું જાણવું. વાયુકાયનું ત્રણ હજાર વર્ષનું, અગ્નિકાયનું ત્રણ દિવસનું તથા બે ઇન્દ્રિ- યનું બાર વર્ષનું ઉત્કૃષ્ટ આવડું સમજવું
તેંદ્રિયજીવની ભવસ્થિતિ ઓગણપચાસ દિવસની તથા ચાઇદ્રિય જીવની છે માસની, અને પચંદ્રિય જીવ ત્રણ પાપમની ભવસ્થિતિવાળા હોય છે. એમ વિદ્વાને એ જાણવું અને દેવતા તથા નારકી જીવની ભવસ્થિતિ તેત્રીશ સાગરે પમની છે. એવી રીતે જીની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ આગમમાં કહેલી છે. દેવતા તથા નારકી ની ભવસ્થિતિ જઘન્યપણે દશહજાર વર્ષની છે અને તે સિવાય બીજા ની ભવસ્થિતિ જઘન્યપણે અંતમુહર્તાની છે. વારંવાર સ્થિતિ અને ગમનાગમન કરતો જીવ સર્વ મળીને રાશી લાખ છવાયોનિને પૂરી કરે છે. તે બધી જીવાનિઓમાં પ્રાણીઓને સર્વ પ્રકારની આશાઓને પૂરનાર અને દશ દ્રષ્ટાંતથી દુર્લભ એ મનુષ્ય ભવ છે. તેમાં પણ વૃક્ષેની જેમ કલ્પવૃક્ષ અને મણિઓમાં જેમ ચિંતામણી તેમ અનાર્ય દેશની બહુલતાને લઈને આર્યદેશ પ્રાપ્ત થ દુર્લભ છે. તેમાં પણ ધર્મકાર્યોને કરાવનારા સારા કુલની પ્રાપ્તિ થવી દુર્લભ છે. કારણ કે, મનુષ્યને કુલ પ્રમાણે શીલ (સદાચાર)ની પ્રાપ્તિ થાય છે. તેમાં પણ ગુરૂના નિવાસથી પવિત્ર એવા નગરમાં વાસ થે, તે હર્ષને આપનારે થઈ પડે છે. કારણ લેકમાં કહેવાય છે કે, “જે વાસ તે અભ્યાસ ” તે સર્વના કરતાં પણ બુદ્ધિથી દેવગુરૂ બૃહસ્પતિને જીતનારા, પરોપકારી કાર્ય કરનારા અને જ્ઞાનલક્ષ્મીથી મહાન એવા ગુરૂને વેગ અગણિત પુણ્યથી જ પ્રાપ્ત થઈ શકે છે. તેનાથી કટુ–દેષથી રહિત એવી પાંચ ઇન્દ્રિયની પટુતા પ્રાપ્ત થવી દુર્લભ છે. તેનાથી શ્રવણ-કર્ણને અમૃતપાનનું પારણું કરવારૂપ એવું ધર્મોપદેશનું શ્રવણ દુર્લભ છે. તેનાથી જૈનમત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org