________________
પદ્મસેન રાજાનું ચરિત્ર, હમાંજ થતા, ભંગની વાત સેનાને ઘસવાની કસોટીમાં અથવા ખારવાળી જમીનમાં થતી હતી. ઔદાર્ય, ગાંભીર્ય, વૈર્ય અને વીર્ય વગેરે ઉજ્વળ ગુણોથી યુક્ત એ તે રાજા પદ્યસેન એક વખતે રાત્રિને છેલ્લે પહેરે પિતાના મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગે-“દૃષ્ટિવાળા મનુષ્યને સ્વસ્થતાળી દ્રષ્ટિ હોય તે છતાં પણ સૂર્ય વિના સારી રીતે તેને અદ્ભુત દર્શનશક્તિ આવતી નથી. ભરપૂર જળ ભર્યું હોય તે છતાં રત્નાકર સમુદ્રને ચંદ્ર સિવાય તેને ઘાટા જળમાં મેટી ભરતી આવતી નથી, પાષાણરૂપને પ્રાપ્ત થયેલું સુવર્ણ અગ્નિ શિવાય લોકમાં કલ્યાણ નામવાળું ગણાતું નથી. અને કુકડા તથા કકુભપક્ષીના બચ્ચાંની આંખ કૃષ્ણચિત્રક સિવાય ઊઘડતી નથી, એમ
કેમાં કહેવાય છે. તેવી રીતે માણસ વિદ્વાન હોય તે પણ તે ગુરૂ સિવાય મોક્ષપદનું સ્થાન થતું નથી, તેથી મારે પણ જે કઈ ધર્મગુરૂ હોય તે વધારે સારું.” આ પ્રમાણે રાજા પોતાના ચિત્તમાં ધર્મને માટે નવી ચિંતા પ્રગટાવી અને પ્રાતઃકાળનું કૃત્ય કરીને તે પિતાના સભાસ્થાનમાં આવ્યું, તેવામાં તે રાજાના મનેરોની સાથે જ તે નગરીની બાહર બ્રહ્મગુપ્ત નામના એક સૂરિ ઘણાં સાધુઓના પરિવાર સાથે આવી ચડયા. કારણકે પુણ્યવાનું પુરૂનું મનમાં ચિંતવેલું કાર્ય તત્કાલ ફલીભૂત થાય છે. તે બ્રહ્મ ગુપ્તસૂરિ પાંચ ઇંદ્રિયેના સંવરને ધારણ કરનારા, નવ પ્રકારની બ્રહાચર્યની ગુપ્તિએ યુક્ત, ચાર કષાયથી નિમુક્ત, પાંચ પ્રકારના આચારને પાળનારા, પંચમહાવ્રતમાં તત્પર, ત્રણ પ્રકારની ગુપ્તિથી પવિત્ર, પાંચ સમિતિને વહન કરનારા, ધર્મના ધુરંધર અને છત્રીશ ગુરૂ ગુણ તથા બીજા ગુણેથી યુકત હતા. તત્કાલ વનપાલે આવી મહારાજા પદ્મસેનને વિજ્ઞપ્તિ કરી કે, “દેવ, સદ્ભાગ્યે આ૫ ગુરૂના આગમનવડે વૃદ્ધિ પામે છે આ વધામણ સાંભળી તે વિદ્વાન રાજાએ હર્ષ અને ઉત્કંઠાને વશ થઈ અંગ ઉપર રોમાંચરૂપ કવચ ધારણ કરીને તે વધામણું આપનાર વનપાળને ઘણું દ્રવ્ય ઇનામમાં આપ્યું. પછી તત્કાલ તે રાજા હાર, અર્થહાર, મુગટ અને કડાં વગેરેથી વિભૂષિત થઈ શ્રેણીબંધ અશ્વારેથી શોભિત બની એક મોટા ગજેન્દ્ર ઉપર બેસી પ્રધાનમંત્રિએ, સામંતો, શેઠીઆઓ અને સેનાપતિથી યુકત થઈ, અંતઃપુરને પરિવાર અને પાયદલ સેનાની પંકિતઓ સાથે રાખી અને ગંધર્વોના ગીત, સંગીત સાથે વારાંગનાઓને સમૂહ લઈ ચારણોના ઘેાષ સાથે ઉત્તમ પ્રકારના વાજિંત્રેના નાદ કરાવતો અને દીન યાચક વગેરેને દાન આપતો, સારે પિશાક પહેરી યુકિતપુર્વક ગુરૂને ભકિતથી વંદના કરવાને વનમાં આવ્યું. ત્યાં ગુરૂના દર્શન થતાં પોતે રાજાએ એ ચામર, છત્ર, મુગટ, શસ્ત્ર અને વાહનને છોડવારૂપ પાંચ અભિગમ કર્યા. ત્યાં કોઈ ધ્યાન કરતા, કઈ ભણતાં, કઈ ભણાવતા અને કેઈ કાર્યોત્સર્ગ કરી રહેતા એમ વિવિધ ક્રિયા કર
૧ કૃષ્ણચિત્રક એક જાતને વેલે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org