SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિમલનાથ ચરિત્ર, અથવા સરવરે માર્ગગામી, સત્ ચોથી યુકત અને ઊંચી જાતને જિનાલયેથીયુકત હતા. પોતાના સ્વામીને સદા વશ રહેલી અને તીર્થકરની જન્મભૂમિને લઈને સુર–અસુરાએ નમન કરવા ગ્ય એવી તે પ્રશંસનીય મહાપુરી નગરીમાં પદ્મસેન નામે રાજા હતો તે વિષ્ણુની જેમ સદાનંદકર અને બલયુક્ત લક્ષમીને વહન કરનારે હતો. વિષ જેમ સદા-હંમેશાં નંદ નામનું ખરું કર-હાથમાં રાખનાર છે, તેમ તે સદા–હંમેશાં આનંદકર-આનંદ આપનાર હતો. વિષ્ણુ જેમ બલયુક્ત-બલદેવની સાથે યુક્ત અને લક્ષ્મીને વહન કરનાર છે, તેમ તે બલયુત-અલવાલો અને રાજ્યલક્ષ્મીને વહન કરનાર હતો. તે રાજા ચંદ્રની જેમ કળા, સૌમ્ય અને સદાચારવડે યુકત થયેલ છતાં પણ તે દેષાકર અને રાકાગમન કરવામાં આદરવાલે ન હતું. તે રાજા પદ્યસેનને પ્રતાપરૂપી સૂર્યકરકિરણોના પ્રકર-સમહથી પ્રકાશમાન હતું, પણ તે પિતાના સ્વજનેને છેડીને બીજા શત્રુજનને નવ સંખ્યાવાળા–નવા દેહને કરતે તે તેને ઘટિત હતું. તે મહારાજાને યશ ચંદ્રના જે ઉજ્વળ હતું છતાં તેણે શત્રુઓને ચકધર, વિષ્ણુના જેવા શ્યામ કર્યા હતા, અને પિતાના સ્વજનોને હલધર બલદેવના જેવા પીળા રંગના કર્યા હતા, એ ઘટિત ન હતું. તેણે શત્રુઓના સમૂહને જીતેલા તેથી તે શત્રુઓમાં સ્વદષ્ટિથી કેદંડ ધનુષ્યને દંડના જેવું અને માર્ગ–બાણને માણ-વાચકના જેવું કશું ન માનતું ? અર્થાત્ પ્રજાજને શત્રુના ધનુષ-બાણને સામાન્ય કાષ્ઠ અને યાચક સમાન માનતા હતા. તે લોકોને ન્યાય આપતા અને ગુરૂઓને વિનય આપતે. તે જાણે તે લોકો અને ગુરૂઓએ તેને અદલે બદલે કરીને ન્યાય અને વિનય આપ્યા હોય, તેમ લાગતું હતું. જ્યારે તે રાજા પૃથ્વી ઉપર રાજ્ય ચલાવતે ત્યારે દંડ તે છત્રમાંજ હો, પત્રાસ મણિઓને જ થતું હતું, કરપીડન વિવા ૧ સરવરે સરસ ચક્રવાક (આદિ) પક્ષિઓવડે વ્યાપ્ત અને ઉત્તેગ (ઉંચા) જિન પ્રાસાદથી યુક્ત. ૨ જેમ ચંદ્ર કળા, યુક્ત, સમ્યયુક્ત, (શીતળ) અને સદાચાર હંમેશા ગતિ કરનાર હોય છે; તેમ રાજ કળા, જ્ઞાન, સેમ્ય પ્રિયદર્શન) અને સારા આચારવાળે હતે. ચંદ્રદોષાકર-રાત્રિને કરનાર અને રાક-પૂર્ણિમા તિથિમાં ગમન કરવામાં આદરવાળો હોય છે પણ તે રાળ દેવ-દુર્ગણોનો આકર–ખાણરૂપ ન હતા અને રાક એટલે નવીન ઋતુવાળી સ્ત્રી, તેની સાથે ગમન-સંગ કરવામાં આદરવાન હતું. તેના પ્રતાપના ભયથી જ શત્રુઓ મૃત્યુ પામી નવા દેહ ધારણ કરતા હતા. ૮ અહિં વિરોધાલંકાર છે. કહેવાનો આશય એવો છે કે, તે રાજાને યશ સાંભળી તેના શત્રુઓ કાળા બની જતા અને સ્વજનો પીળા-તેજસ્વી બની જતા હતા. તે વિરોધને એવો પણ પરિવાર છે કે, તે રાજાને યશ સાંભળી તેના શત્રુઓ ચક્રધર-કુંભારના જેવા થઈ જતા અને સ્વજનો હલધર–ખેડુત જેવા બની જતા હતા. પ અર્થાત તેમના ધનુષ્યો દંડ-લાકડીના જેવા અને બાણે વાચકના જેવા નિર્માલ્ય બની ગયા. ૬ ત્રાસ વેધ. ૭ વિવાહપણે કપડન-પાણિગ્રહણ અને રાજાપક્ષે કરની પીડા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy